Connect Gujarat
ગુજરાત

કેવડીયા ખાતે ભાજપની હાઈટેક કારોબારી, સી.આર.પાટિલ સહિતના નેતાઓ ટ્રેન મારફતે પહોંચ્યા સરદાર પટેલના સાનિધ્યમાં

ભાજપની પ્રથમ પેપરલેસ કારોબારી બેઠક, ટેબ્લેટનો ઉપયોગ આ બેઠકમાં કરવામાં આવશે.

X

ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠકનો આજથી પ્રારંભ થવા જઇ રહયો છે ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલ સહિતના હોદ્દેદારો ત્રણ મારફતે અમદાવાદથી કેવડીયા કોલોની ખાતે પહોંચ્યા હતા.

ગુજરાત ભાજપની સંગઠનની કારોબારી બેઠક કેવડિયા કોલોની ખાતે રાખવામાં આવી છે. જેમાં અમદાવાદથી કેવડિયા ટ્રેન મારફતે તમામ હોદ્દેદારો અને કારોબારી સભ્યો પહોંચ્યા છે. બે દિવસ બેઠક યોજાવાની છે જેમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ , પુરષોત્તમ રૂપાલા સહિતના નેતાઓ પણ હાજર રહેવવાના છે. આજે રેલવે સ્ટેશન ખાતે પણ તમામ હોદ્દેદારો હાજર રહ્યા ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ , ગોરધન ઝડફિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા અને ટ્રેનમાં તમામ લોકોને ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે બીજેપી આઇટી સેલ દ્વારા ટેબ્લેટનો ઉપયોગ કેવી રીતે કરવાનો રહેશે તે પણ સમજાવવામાં આવશે.

આ બેઠકમાં પેજ પ્રમુખથી લઈ બુથ સુધીની તમામ બાબતો સમાવવામાં આવશે. ક્યાં વ્યક્તિ ની શું જવાબદારી હોય છે તેને તે જવાબદારી કેવી રીતે નિભાવવાની રહેશે આ તમામ બાબતે સમજાવવામાં આવશે. આગામી દિવસમાં પેજ સમિતિ સુધી પહોંચવા માટે કેવી રીતે કામ કરવાનું તે બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવશે.

Next Story