ખેડા : ભારતીય માનક બ્યુરો દ્વારા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો...

New Update
ખેડા : ભારતીય માનક બ્યુરો દ્વારા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો...

BIS અમદાવાદ દ્વારા ખેડા જિલ્લાના અધિકારીઓ/કર્મચારીઓ માટે માનકીકરણ અને ગુણવત્તા પ્રમાણીકરણ અંગેનો તાલીમ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટરની કચેરી નડિયાદ ખાતે યોજાયો હતો.

ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે. જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે. અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે ધોરણોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે. BIS વિવિધ હિસ્સેદારો જેમ કે જિલ્લા વહીવટીતંત્ર, સંબંધિત અધિકારીઓ અને વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ માટે સમયાંતરે અનેક તાલીમ કાર્યક્રમોનું આયોજન કરે છે, જેથી કરીને વિવિધ સરકારી યોજનાઓનાં વધુ અસરકારક અમલીકરણમાં ગુણવત્તાની ખાતરી મળે. ભારતીય માનક બ્યુરો દ્વારા આજે ખેડા જિલ્લાના અધિકારીઓ માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય માનક બ્યુરો અમદાવાદના નિર્દેશક સુમિત સેંગરે, ખેડાના તમામ અધિકારીઓ/કર્મચારીઓને આવકાર્યા અને તેમના ઉદ્ઘાટન સંબોધનમાં કાર્યક્રમનો ઉદ્દેશ્ય સમજાવ્યો હતો. જિલ્લા કલેકટર કે. એલ. બચાણી દ્વારા દેશ અને તેની અર્થવ્યવસ્થા માટે BISના કાર્યની પ્રશંસા કરી હતી. નાયબ નિદેશક આશુતોષ શુક્લા, એ ફરજિયાત પ્રમાણીકરણ, માનકોની રચના, નોંધણીની વિવિધ યોજનાઓ, પ્રમાણીકરણ, પ્રયોગશાળા માન્યતા અને સોનાના હોલમાર્કિંગ વિશે અધિકારીઓને જાગૃત કરવા માટે એક તાલીમ કાર્યક્રમ યોજ્યો હતો. તાલીમ કાર્યક્રમ વિવિધ ઉત્પાદનો માટેના માનકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે ખાસ કરીને જિલ્લા વહીવટી તંત્રના કાર્યક્ષેત્રમાં આવે છે. મદદનીશ નિદેશક અભિષેક કુમારએ અધિકારીઓને તેમના સંબંધિત વિભાગોમાં ઉપયોગમાં લેવાતા માનકો વિશે જાગૃત કરવા માટે એક વર્કશોપનું આયોજન કર્યું હતું. તાલીમ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના વિવિધ વિભાગોના ૭૦થી વધુ રાજ્ય કક્ષાના અધિકારીઓએ ભાગ લીધો હતો.

Latest Stories