Connect Gujarat
ગુજરાત

ખેડા : સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે રણનીતિ તૈયાર કરવા કોંગ્રેસ મેદાને, ગુજરાત કોંગ્રેસની કારોબારી બેઠક યોજાય.

X

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કારોબારી બેઠક યોજાય

કોંગ્રેસ પ્રમુખ તેમજ વિરોધ પક્ષના નેતાની ઉપસ્થિતિ

આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે ચર્ચા કરાય

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે ચર્ચા કરવા કારોબારી બેઠક યોજાય હતી.

ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા નડિયાદ ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં કારોબારી બેઠક યોજાય હતી. જેમાં આગામી સમયમાં ખેડા જિલ્લા પંચાયતની કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયત અને 5 નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, ત્યારે આ ચૂંટણીના ભાગરૂપે નડિયાદ ખાતે કોંગ્રેસની કારોબારી બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની શું રણનીતિ રહેશે તે અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને તેમજ વિરોધ પક્ષના નેતાએ કાર્યકરોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જ કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં હાથ સે હાથ જોડો યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે, ત્યારે આ પદયાત્રા મધ્ય ગુજરાતમાં સરદાર પટેલના જન્મસ્થળ એવા નડિયાદ ખાતેથી શરૂ થશે અને કરમસદ સુધી યોજાશે. એટલું જ નહીં, આ પદયાત્રા સમગ્ર ગુજરાતમાં આવનાર લોકસભાની ચૂંટણી સુધી ચાલશે તેવું કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કારોબારી બેઠક દરમ્યાન ખેડા જિલ્લાના કોંગ્રેસના હોદેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story