Connect Gujarat
ગુજરાત

ખેડા : નડિયાદ હેડ પોસ્ટ ઓફિસ ખાતે ડાકઘર નિર્યાત કેન્દ્રનો શુભારંભ કરાયો...

નિકાસ કરનાર ગૃહ ઉદ્યોગને સરળતા રહે તે હેતુથી ભારતભરમાં 1 હજાર ડાકઘર નિર્યાત કેન્દ્રો શરૂ કરવામાં આવનાર છે.

ખેડા : નડિયાદ હેડ પોસ્ટ ઓફિસ ખાતે ડાકઘર નિર્યાત કેન્દ્રનો શુભારંભ કરાયો...
X

ખેડા જિલ્લામાં ડાકઘર નિર્યાત કેન્દ્ર શરૂ થવાથી જિલ્લાના એક્સપોર્ટરોને મુંબઈ અને અમદાવાદના ધક્કા ખાવામાંથી મુક્તિ મળે તેવા આયોજન સાથે નડિયાદ હેડ પોસ્ટ ઓફિસ ખાતે ડાકઘર નિર્યાત કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. ભારતનો દરેક જિલ્લો એક્સપોર્ટ હબ બને અને દેશની નિકાસ વધે તથા નિકાસ કરનાર ગૃહ ઉદ્યોગને સરળતા રહે તે હેતુથી ભારતભરમાં 1 હજાર ડાકઘર નિર્યાત કેન્દ્રો શરૂ કરવામાં આવનાર છે. જે અંતર્ગત ખેડા પોસ્ટલ ડીવીઝન અંતર્ગત નડિયાદ હેડ પોસ્ટ ઓફિસ ખાતે ડાકઘર નિર્યાત કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

જિલ્લામાં ડાકઘર નિર્યાત કેન્દ્ર શરૂ થવાથી જિલ્લાના એક્સપોર્ટરોને મુંબઈ અને અમદાવાદના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે, તેમજ ડાકઘર નિર્યાત કેન્દ્રો દ્વારા ફેસલેસ કસ્ટમ ક્લીયરીંગની શરૂઆત થઇ ગઈ છે, જેથી એક્સપોર્ટરોને એજન્ટોને આપવાની ફી તેમજ કસ્ટમ ઓફિસ સુધી માલનું ટ્રાન્સપોર્ટેશન જેવા કામોમાંથી મુક્તિ મળશે. એક્સપોર્ટર ઘરે બેઠા પોતાના પાર્સલનું બુકિંગ ડાકઘર નિર્યાત કેન્દ્રના ઓનલાઈન પોર્ટલ પરથી કરી શકશે અને તેમને પીકઅપની સુવિધા તથા સમય અને પૈસાનો બચાવ થશે. ડાકઘર નિર્યાત કેન્દ્રના શુભારંભના પ્રસંગે એચ.સી.પરમાર, અધિક્ષક ડાકઘર, ખેડા વિભાગ તેમજ સર્કલ ઓફિસ-અમદાવાદ, એ.આર.શાહ, આસીસ્ટન્ટ ડાયરેક્ટર (બી.ડી.), રીજીયન ઓફિસ વડોદરા, ટી.એન.મલેક, આસીસ્ટન્ટ ડાયરેક્ટર (બી.ડી.) અને ખેડા જિલ્લાના એક્સપોર્ટર હાજર રહ્યા હતા.

Next Story