Connect Gujarat
ગુજરાત

ખેડા : જિલ્લા કક્ષાની બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાઓ યોજાશે, 6થી 14 વર્ષના બાળકો લઇ શકશે ભાગ

ખેડા જિલ્લાના 6થી 14 વર્ષના બાળકો ભાગ લઇ શકશે. એક કૃતિમાં ઓછામાં ઓછા 12 અને વધુમાં વધુ 16 સ્પર્ધકો ભાગ લઇ શકશે.

ખેડા : જિલ્લા કક્ષાની બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાઓ યોજાશે, 6થી 14 વર્ષના બાળકો લઇ શકશે ભાગ
X

ખેડા જિલ્લા કક્ષાની બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ સ્પર્ધા માટે 6થી 14 વર્ષના બાળકો ભાગ લઇ શકશે. રમત ગમત, યુવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, ખેડા-નડિયાદ દ્વારા સંચાલિત ખેડા જિલ્લાકક્ષા બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. આ સ્પર્ધામાં ખેડા જિલ્લાના 6થી 14 વર્ષના બાળકો ભાગ લઇ શકશે. એક કૃતિમાં ઓછામાં ઓછા 12 અને વધુમાં વધુ 16 સ્પર્ધકો ભાગ લઇ શકશે. આ સ્પર્ધાનું નિયત નમુનાનું ફોર્મ ભરીને તા. 26-12-2023 સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, મરીડા ભાગોળ, નડિયાદ ખાતે મોકલી આપવાના રહેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, ખેડા-નડિયાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Next Story