Connect Gujarat
ગુજરાત

ખેડા : ડુમરાલ પ્રા. શાળા ખાતે “શાળા સલામતી સપ્તાહ” અંતર્ગત આપત્તિ વિષયો પર ડેમોન્સ્ટ્રેશન યોજાયું...

ખેડા જિલ્લામાં ડુમરાલ પ્રાથમિક શાળા ખાતેથી શાળા સલામતી સપ્તાહનું ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખેડા : ડુમરાલ પ્રા. શાળા ખાતે “શાળા સલામતી સપ્તાહ” અંતર્ગત આપત્તિ વિષયો પર ડેમોન્સ્ટ્રેશન યોજાયું...
X

ખેડા જિલ્લામાં ડુમરાલ પ્રાથમિક શાળા ખાતેથી શાળા સલામતી સપ્તાહનું ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ તથા શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા શાળા સલામતી સપ્તાહ 2024ની ઉજવણી આખા ગુજરાત રાજ્યમાં તારીખ 29-01-24થી 03-02-24 દરમિયાન કરવામાં આવી હતી. જેમાં ખેડા જિલ્લાની ડુમરાલ પ્રાથમિક શાળા ખાતેથી શાળા સલામતી સપ્તાહનું ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં પસંદ કરેલ 60 શાળામાં અલગ અલગ જેવી કે, ભૂકંપ વાવાઝોડું પુર આપત્તિ જેવા વિષયો પર જિલ્લામાં કાર્યરત વિવિધ એજન્સી જેવી કે, જિલ્લાની તમામ નગરપાલિકા તેમજ 108, 181, આરટીઓ તથા મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકેડેમી દ્વારા માર્ગદર્શન તથા તાલીમ આપવામાં આવી હતી. આ સાથે જ અનેક આપત્તિ વિષયો પર ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવ્યા હતા.

Next Story