Connect Gujarat
ગુજરાત

ખેડા : સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ કઠલાલ ખાતે EVM નિદર્શન કાર્યક્રમ યોજાયો

ખેડા : સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ કઠલાલ ખાતે EVM નિદર્શન કાર્યક્રમ યોજાયો
X

કોલેજ યુવાનોને ચૂંટણીમાં મતદાન અંગેની પ્રક્રિયા તેમજ EVM મશીનથી વાકેફ કરવાના હેતુથી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, કઠલાલના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગ દ્વારા Electoral Literacy Club ને અનુસંધાને ઈલેક્ટ્રીક વોટીંગ મશીન (EVM), બેલટ યુનિટ (BU), કન્ટ્રોલ યુનિટ (CU) અને વોટર્સ વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રેઈલ (VVPAT) મશીનના નિદર્શન અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાથીઓને Voter Helpline App અને NOTA વિશે પાયાની જાણકારી આપવામા આવી હતી.

કઠલાલ તાલુકા મામલતદાર દેવમ ચૌહાણ અને કોલેજના આચાર્ય ડૉ. અમિતકુમાર પરમારે વિદ્યાર્થીઓને ચુંટણીમાં મતદાનનું મહત્વ સમજાવી દરેક વિદ્યાર્થીને પોતાના વિસ્તારમા 100% મતદાન સુનિશ્ચિત કરાવવામાં મદદરૂપ થવા અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજના ઉપાચાર્ય પ્રા. વૈશાલી મકવાણા, રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર અને સમાજશાસ્ત્ર વિભાગના પ્રા. પરેશ પટેલ, બગડોલ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક રાકેશભાઈ, કેમ્પસ એમ્બેસેડર ભાર્ગવ પંચાલ, ઈશા ભટ્ટ સહિત કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story