Connect Gujarat
ગુજરાત

ખેડા : મહેમદાવાદ ખાતે કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં યાંત્રિક ખેત-ઓજાર સહાય વેરીફીકેશન કેમ્પ યોજાયો...

ખેડા જીલ્લાના મહેમદાવાદ ખાતે કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં યાંત્રિક ખેત-ઓજાર સહાય વેરીફીકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખેડા : મહેમદાવાદ ખાતે કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં યાંત્રિક ખેત-ઓજાર સહાય વેરીફીકેશન કેમ્પ યોજાયો...
X

ખેડા જીલ્લાના મહેમદાવાદ ખાતે કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં યાંત્રિક ખેત-ઓજાર સહાય વેરીફીકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યના ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે યાંત્રિક ખેત-ઓજાર સહાય વેરીફીકેશન કેમ્પ યોજાયો હતો. જેમાં ખેડૂતોને 107 જેટલા યાંત્રિક ઓજાર ખરીદી માટે માટે રૂપિયા 64 લાખની સબસીડી સહાય લાભાર્થી ખેડૂતોના બેન્ક ખાતામાં જમા કરવામા આવશે. યાંત્રિક ખેત ઓજાર વેરિફિકેશન કેમ્પ અંતર્ગત ટ્રેક્ટર, હાર્વેસ્ટર, બેલર, લેઝર લેન્ડ લેવલર, પોટેટો ડીગર, પોટેટો પ્લાનટર, રોટાવેટર, પાવર થ્રેશર, પંપ સેટ જેવા વિવિધ ખેત ઓજારોની ખરીદી માટે સહાય આપવામાં આવશે. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, એપીએમસી ચેરમેન, જિલ્લા ખેતીવાડી અધિકારી, મદદનીશ ખેત નિયામક, વિતરણ અધિકારી, ગ્રામ સેવકો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story