Connect Gujarat
ગુજરાત

ખેડા : અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે ડાકોરના રણછોડરાયને સુંદર શણગાર થકી ભગવાન શ્રીરામનું સ્વરૂપ અપાશે...

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત રણછોડરાય મંદિર ખાતે અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

X

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત રણછોડરાય મંદિર ખાતે અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર દેશ રામમય બની આ મહાઉત્સવની તૈયારીમાં જોતરાય ગયો છે, ત્યારે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત રણછોડરાય મંદિર ખાતે અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાદગાર પ્રસંગની મંદિર પ્રશાસન તથા સેવક ભાઈઓ દ્વારા ધૂમધામથી ઉજવણી કરવામાં આવશે. જેમાં ડાકોરના રણછોડરાયને તિલક, સુંદર શણગાર કરી ભગવાન શ્રીરામનું સ્વરૂપ આપવામાં આવશે. આ સાથે જ રાજભોગ, કુવારીકાઓ દ્વારા કળશ યાત્રા, આરતી દર્શન અને ભક્તોને પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવશે. એટલું જ નહીં, સમગ્ર દિવસ દરમિયાન રામાયણની ચોપાઈઓનું રણછોડજી મંદિરમાં પ્રસારણ કરવામાં આવશે. ત્યારબાદ સાંજે દીપમાળા પ્રગટાવીને સમગ્ર મંદિરમાં રોશની કરવામાં આવશે. અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રતિમાના પ્રાણપ્રતિષ્ઠાના પાવન પ્રસંગને રણછોડરાય મંદિર ટ્રસ્ટ દ્વારા ઉજવણી કરીને વધુ યાદગાર બનાવવામાં આવશે.

Next Story