ખેડા : નડિયાદ-કપડવંજ રોડ પર લક્ઝરી બસ પલટી જતાં મુસાફર ફસાયો, જુઓ "LIVE" રેસક્યું...

ખેડા જિલ્લાના નડિયાદ-કપડવંજ રોડ પર લક્ઝરી બસ પલટી મારી જતાં તેમાં એક મુસાફર ફસાય ગયો હતો.

ખેડા : નડિયાદ-કપડવંજ રોડ પર લક્ઝરી બસ પલટી જતાં મુસાફર ફસાયો, જુઓ "LIVE" રેસક્યું...
New Update

ખેડા જિલ્લાના નડિયાદ-કપડવંજ રોડ પર લક્ઝરી બસ પલટી મારી જતાં તેમાં એક મુસાફર ફસાય ગયો હતો, ત્યારે ફાયર વિભાગની ટીમે ભારે જહેમત સાથે તેનું રેસક્યું કરી બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.

મળતી માહિતી અનુસાર, રાજસ્થાનથી સુરત તરફ જઈ રહેલી એક લક્ઝરી બસને ખેડા જિલ્લાના નડિયાદ-કપડવંજ રોડ પર આવેલ વીણા પાટિયા નજીક અકસ્માત નડ્યો હતો. અચાનક લક્ઝરી બસ પલટી મારી જતાં રોડની સાઈડ પર આવેલ ખાડામાં ખાબકી હતી. આ દરમ્યાન બસમાં લગભગ 50 જેટલા મુસાફરો સવાર હતા, જે પૈકી એક મુસાફર બસમાં નીચેના ભાગે ફસાય ગયો હતો, જ્યારે 3 લોકોને સામાન્ય ઇજા પહોચી હતી.

જોકે, લક્ઝરી બસ પલટી મારી ગઈ હોવાની જાણ થતાં જ નડિયાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, ત્યારે બસમાં ફસાયેલા મુસાફરને બહાર કાઢવા માટે સ્પેડર કટરની મદદથી બસનું પતરું કાપવા સહિત ફાયર ફાઇટરોએ રેસ્ક્યું ઓપરેશન હાથ ધર્યું હતું. આશરે દોઢ કલાકની ભારે જહેમત બાદ બસમાં ફસાયેલા મુસાફરને બહાર કાઢી સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં નડિયાદ, મહુધા અને કઠલાલ 108 ઈમરજન્સી સેવાની 4 એમ્બ્યુલન્સ સહિત મહુધા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

#Gujarat #Connect Gujarat #Kheda #Ambulance #EmergencyService #PoliceTeam #Live Rescue #Passenger trapped #overturning luxury bus #Nadiad-Kapadvanj road #Treatment Hospital
Here are a few more articles:
Read the Next Article