Connect Gujarat
ગુજરાત

ખેડા : આરોગ્ય વિભાગની કામગીરી રંગ લાવી, DDOએ કરી કામગીરીની સમીક્ષા...

જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મહુઘા અને નડીયાદ તાલુકાની કામગીરીની સરાહના કરવામાં આવી

ખેડા : આરોગ્ય વિભાગની કામગીરી રંગ લાવી, DDOએ કરી કામગીરીની સમીક્ષા...
X

ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 1200થી વઘુ મમતા દિવસની ઉજવણી, 1000થી વઘુ એન.સી.ડી. સ્ક્રીનીંગ કેમ્પ અને 19 અવેરનેસ મીટીંગો કરવામાં આવી છે, ત્યારે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલના અધ્યક્ષ સ્થાને આરોગ્ય વિભાગની કામગીરીની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાલ ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગની કામગીરીમાં વેગ લાવવા માટે ઝુંબેશરૂપે કામગીરી ચાલી રહેલ છે. જેમાં આયુષમાન કાર્ડ, આભા કાર્ડ, રસીકરણની કામગીરી, વાહકજન્ય રોગ નિયત્રંણ કામગીરી, એન.સી.ડી. સ્ક્રીનીંગ અવેરનેસ મીટીંગ વગેરે કાર્યક્રમો ચાલી રહેલ છે. આ તમામ કાર્યક્રમોની સમીક્ષા કરવા જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલના અધ્યક્ષ સ્થાને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ તાલુકા હેલ્થ ઓફિસરોની મીટીંગ યોજવામાં આવી હતી. આ મીટીંગમાં આરોગ્યલક્ષી તમામ કાર્યક્રમોની ચર્ચા સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગત માસ એપ્રીલમાં 13,000થી વઘુ આયુષમાન કાર્ડ અને 2,31,000 આભા કાર્ડ કાઢવામાં આવ્યા છે. 1200થી વઘુ મમતા દિવસની ઉજવણી, 1000થી વઘુ એન.સી.ડી. સ્ક્રીનીંગ કેમ્પ, 19 અવેરનેસ મીટીંગો, 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી સહીતની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મહુઘા અને નડીયાદ તાલુકાની કામગીરીની સરાહના કરવામાં આવી હતી. ઉપરાંત મે માસ માટે અધિકારીઓને તમામ કાર્યક્રમોના લક્ષ્યાંક આપવામાં આવ્યા હતા.

Next Story