ખેડા : સાઉથ કોરિયા યુથ ફેસ્ટમાં આર્ચરી સ્ટાર બનેલ પ્રેમિલા બારીયાની 36મી નેશનલ ગેમ્સ માટે તૈયારી...

36મી નેશનલ ગેમ્સના યજમાન બનેલા ગુજરાતમાં નેશનલ ગેમ્સનો ઉત્સાહ ચરમસીમાએ છે. એમાં ગુજરાતના ખેલાડીઓ પણ પોતાની તૈયારીમાં ખુબ પરિશ્રમ કરી રહ્યા છે.

ખેડા : સાઉથ કોરિયા યુથ ફેસ્ટમાં આર્ચરી સ્ટાર બનેલ પ્રેમિલા બારીયાની 36મી નેશનલ ગેમ્સ માટે તૈયારી...
New Update

36મી નેશનલ ગેમ્સના યજમાન બનેલા ગુજરાતમાં નેશનલ ગેમ્સનો ઉત્સાહ ચરમસીમાએ છે. એમાં ગુજરાતના ખેલાડીઓ પણ પોતાની તૈયારીમાં ખુબ પરિશ્રમ કરી રહ્યા છે.

ગુજરાતના ખેડા જિલ્લામાં પણ રમતવીરોનો ઉત્સાહ ખુબ જ વધારે છે. ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે આવેલ સ્પોર્ટ્સ ઓર્થોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રમાં તીરંદાજી માટે પ્રેક્ટીસ કરી રહી છે પ્રેમિલા બારિયા. જેઓ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાથી આવતી પ્રેમિલાએ આર્ચરીની સફર સૌ પ્રથમ પંચમહાલની આશ્રમશાળાથી કરી હતી. ત્યારબાદ ખેલ મહાકુમ્ભે પ્રેમિલાનું જીવન જ બદલી નાખ્યું. ખેલ મહાકુમ્ભમાં સારા પ્રદર્શન બાદ 2015માં તેમણે નડિયાદ જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્રમાં એડમિશન લીધું. જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર પ્રેમિલાના સપના પૂર્ણ કરવા માટે આશીર્વાદરૂપ બન્યું. પ્રેમિલાએ જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્રમાં જોડાયા બાદ સૌ પ્રથમ ગોવા ગેમ્સમાં ભાગ લીધો, જ્યાં તેઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. ત્યારબાદ તેમણે કોરિયા ખાતે યુથ ગેમ્સમાં ભાગ લઇ ઇન્ડિયા માટે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો. તીરંદાજીમાં ભારત માટે ગોલ્ડ મેડલ લાવવાનું સ્વપ્ન સેવતી પ્રેમિલાએ પોતાની તૈયારી ચાલુ રાખી. 2017માં બેંકકોક ખાતે રમાયેલ એશિયા કપમાં પ્રેમિલાએ સિલ્વર મેડલ મેળવી ભારતને ખુબ પ્રસિદ્ધિ અપાવી. 2019 ગુજરાતની આ દીકરીએ બર્લિન યુનિવર્સિટી રમતમાં ભાગ લીધો હતો. ત્યારબાદ ઓલમ્પિક રમતમાં પ્રેમિલા ટોપ 10માં 8માં ક્રમે રહી હતી. પોતાની તીરંદાજીથી સૌને ચોંકાવનાર પ્રેમિલા આગામી નેશનલ ગેમ્સ માટે ખુબ જ મહેનત કરી રહી છે.

#South Korea Youth Fest #archery star #Kheda #National Games #BeyondJustNews #Connect Gujarat #Gujarat #Premila Baria
Here are a few more articles:
Read the Next Article