New Update
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે અષાઢી બીજના દિવસે ભગવાન રણછોડજીની 250મી રથયાત્રા નીકળી હતી.જેમાં ભગવાન રણછોડરાયનું બાળ સ્વરૂપ ગોપાલ લાલજી મહારાજ રથમાં બિરાજી નગર ચર્યાએ નીકળ્યા હતા, ત્યારે હજારો ભક્તો ભગવાન ગોપાલ લાલજીના દર્શન કરવા માટે ઉમટ્યા હતા. ત્યારબાદ ભગવાન ગોપાલ લાલજી મહારાજ ગોમતીની પરિક્રમા કરી સંધ્યા સમયે નિજ મંદિર પહોચે તેવું આયોજન કરાયું છે. તમામ રથયાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો હતો. આ સાથે જ પોલીસની ત્રીજી આંખ એવા ડ્રોન અને સીસીટીવી કેમેરાથી પણ સમગ્ર રથયાત્રા પર નજર રાખવામાં આવી રહી છે.
Latest Stories