Connect Gujarat
ગુજરાત

ખેડા : રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સખી મંડળો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ સહિત રાખી મેળાનો શુભારંભ...

ઇન્ચાર્જ ડીઆરડીએ અને જિલ્લા પુરવઠા અધિકારએ નડીયાદ ખાતે રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સખી મંડળો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ સહિત રાખી મેળાનો શુભારંભ કરાવ્યો હતો.

ખેડા : રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સખી મંડળો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ સહિત રાખી મેળાનો શુભારંભ...
X

ખેડા જિલ્લા ઇન્ચાર્જ ડીઆરડીએ અને જિલ્લા પુરવઠા અધિકારએ નડીયાદ ખાતે રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સખી મંડળો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ સહિત રાખી મેળાનો શુભારંભ કરાવ્યો હતો.

ખેડા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા દીનદયાળ યોજના અને રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ખેતા તળાવ, નડિયાદ ખાતે સખી મંડળો દ્વારા ઉત્પાદિત વિવિધ ચીજ વસ્તુઓ માટે રાખી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આજ રોજ તા. ૨૨ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ ઇન્ચાર્જ ડીઆરડીએ અને જિલ્લા પુરવઠા અધિકાર વી.સી.બોડાણાએ રિબન કાપીને રાખી મેળાનો શુભારંભ કર્યો હતો. આ રાખી મેળા તા. ૨૨થી ૨૮ ઓગસ્ટ સુધી, સવારે ૧૧:૦૦થી સાંજે ૦૭:૦૦ કલાક સુધી ખુલ્લો રહેશે. જેમાં કુલ ૫ સ્ટોલમાં સખી મંડળો દ્વારા ઉત્પાદિત વિવિધ ચીજ વસ્તુઓ જેમ કે રાખડી, હેન્ડીક્રાફ્ટ આઈટમ, નેચરલ શરબત અને કિચન મસાલાનું વેચાણ કરવામાં આવશે. આ પ્રસંગે ઇન્ચાર્જ ડીઆરડીએ અને જિલ્લા પુરવઠા અધિકાર વી.સી.બોડાણાએ રાખી મેળાના વિવિધ સ્ટોલની મુલાકાત લઈ સખી મંડળો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓ અને રાખડીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ લાઈવલીહુડ મેનેજર મધુબેન અને આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર મનીષા બારોટ, NRLM અને DRDAના તમામ કર્મચારીઓએ ઊપસ્થિત રહીને સખી મંડળોની બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા.

Next Story