Connect Gujarat
ગુજરાત

ખેડા : સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત નડિયાદના વિવિધ ગામમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાય

ખેડા : સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત નડિયાદના વિવિધ ગામમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાય
X

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ખેડા જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્વચ્છતાના કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નિર્મળ ગુજરાતના આપેલા વિચારને સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ-સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે આગામી 2 મહિના સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી છે. જેમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ખેડા જિલ્લાના વિવિધ તાલુકામાં ગામની જાહેર જગ્યામાં સ્વચ્છતાનાં કાર્યો કરવામાં આવ્યા હતા.

નડિયાદ તાલુકાના સુરાશામળ ગામમાં પ્રાથમિક શાળામાં, વસો તાલુકાના દેવાવાંટા ગામમાં તેમજ વડતાલ ગામમાં શાળામાં, કઠલાલ તાલુકાના છીપીયાલ ગામમાં, ખેડા તાલુકાના રસિકપુરા ગામમાં, કપડવંજ તાલુકાના દુધાથલ ગામમાં અને ગરોડ ગામમાં, ઠાસરા તાલુકાના પાંડવણીયા ગામમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત જાહેર જગ્યાની સાફ-સફાઈ કરવામાં આવી હતી.

Next Story