સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રામાં વિશ્વ મધમાખી દિવસ નિમિત્તે ખેડૂત શિબિર યોજાઈ,મધમાખી ઉછેર અંગે માર્ગદર્શન અપાયું

વિશ્વ મધમાખી દિવસ નિમિત્તે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં નિષ્ણાતો દ્વારા મધમાખી ઉછેર અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું

New Update
  • વિશ્વ મધમાખી દિવસની ઉજવણી

  • ધ્રાંગધ્રા બાગાયત કચેરી ખાતે ખેડૂત શિબિર યોજાઈ

  • ખેડૂતોમાં મધમાખી ઉછેર પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ

  • ખેડૂત મધમાખી ઉછેરથી મેળવી રહ્યા છે સારી આવક

  • ખેડૂત વિવિધ ફ્લેવરના મધનું કરે છે વેચાણ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા બાગાયત કચેરી ખાતે વિશ્વ મધમાખી દિવસ નિમિત્તે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં નિષ્ણાતો દ્વારા મધમાખી ઉછેર અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયત વિભાગ દ્વારા ધ્રાંગધ્રા ફળ રોપા ઉછેર કેન્દ્ર  ખાતે આવેલ નર્સરીમાં વિશ્વ મધમાખી દિવસની ઉજવણીના ભાગરૂપે મધમાખી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા નાયબ બાગાયત વિભાગના નિયામક  મુકેશ ગાલવાડિયા,મદદનીશ બાગાયત નિયામક વિજય કાલરીયાબાગાયત અધિકારી ગણપત ચૌધરીમયુરગિરિ ગૌસ્વામીસચિન શેઠકૌતિક ચોટલિયા તેમજ મધમાખી ઉછેર કરતા ભરત ડેડાનીયાએ  શિબિરમાં ઉપસ્થિત રહીને  પોતે અન્ય  ખેડૂતોને મધમાખી ઉછેર કરવા માટે યોગ્ય માહિતી આપી હતી.

આ પ્રસંગે બાગાયત ખાતાના અધિકારી દ્વારા મધમાખી ઉછેર કેન્દ્ર માટે સરકારની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી,અને ખેડૂત પણ મધમાખીઓનો ઉછેર કરીને સારી આવક પણ મેળવી રહ્યા છે.અને મધ ઉછેર કરતા ભરતભાઈ હાલ 400 પેટી થકી મધનું ઉત્પાદન કરીને સારી આવક મેળવી રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું. વરિયાળી,તલ,સરગવોઅજમોજેવા વિવિધ ફ્લેવરના મધનું વેચાણ કરી રહ્યા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.આજે યોજાયેલ શિબિરમાં મધ માખી વિશે પ્રેક્ટિકલ માહિતી આપવામાં આવી હતી.આ શિબિરમાં ખેડૂતો  મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.

Latest Stories