રૂપાલા સામે સુરતના બારડોલીમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે, ભરૂચથી વાપી સુધીના ક્ષત્રિયો ઉમટશે એવો દાવો

ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની દીકરીઓ માટે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી મામલે લડત હવે દક્ષિણ ગુજરાતમાં પહોંચી છે.

New Update
રૂપાલા સામે સુરતના બારડોલીમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે, ભરૂચથી વાપી સુધીના ક્ષત્રિયો ઉમટશે એવો દાવો

ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની દીકરીઓ માટે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી મામલે લડત હવે દક્ષિણ ગુજરાતમાં પહોંચી છે. ગુજરાતભરના ક્ષત્રિય સમાજે રૂપાલાની ઉમેદવારી રદ કરવા વિવિધ કાર્યક્રમો આપવા છતાં ભાજપે તેઓને ઉમેદવાર તરીકે યથાવત રાખતા ક્ષત્રિય સમાજની લડત હવે સીધી ભાજપ સામે બની છે. જેના ભાગરૂપે આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ માટે દક્ષિણ ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજે ભાજપ સામે સત્યાગ્રહ છેડ્યો છે. વહીવટી મંજૂરી મેળવી આવનાર 28મી એપ્રિલે, રવિવારે મહાસંમેલનનું આયોજન કર્યું છે. સાંજે 5 વાગ્યાથી અસ્મિતા સંમેલનની શરૂઆત થશે.ક્ષત્રિય સમાજના અસ્મિતા સંમેલનમાં રાજ્ય ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા, પી.ટી.જાડેજા અને સંકલન સમિતિ મહિલા પ્રમુખ તૃપ્તિબા રાઓલ દ્વારા વક્તવ્ય આપવામાં આવશે. દક્ષિણ ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ભરૂચથી લઈ ને વાપી સુધી ક્ષત્રિયો હજારોની સંખ્યામાં આવનાર છે.

Latest Stories