/connect-gujarat/media/media_files/2025/02/05/pcvC4962GmoZTFd0Zdk2.jpeg)
કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં રહેતા 5 વર્ષીય બાળકે અનોખી સિદ્ધિ મેળવી જિલ્લા સહિત પરિવારનું ગૌરવ વધાર્યું છે. કચ્છ જિલ્લાના ભુજમાં રહેતા 5 વર્ષીય સ્વયં ઋતુલ શાહે માત્ર 4 મિનિટ, 19 સેકન્ડમાં જ ઇ-કોમર્સ, વ્હીકલ્સ, સોશિયલ મીડિયા, ફૂડ બ્રાન્ડ્સ જેવા વિવિધ ક્ષેત્રોના 92 જેટલા લોગો એટલે કે, માર્કા ઓળખી બતાવી “IBR Achiever”નું ટાઇટલ જીતી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ અંકિત કર્યું છે. માત્ર 5 વર્ષીય બાળકના સહયોગ પાછળ માતા ધારા શાહની ભૂમિકા રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છની યશકલગીમાં વધારો થતાં સૌકોઈએ સ્વયં શાહને અભિનંદન પાઠવ્યા છે.