/connect-gujarat/media/post_banners/bce52e49f4ce4abd091cb621a8b1baebfb588849c802fd9964461b8ba97867dc.jpg)
કચ્છ યુનિવર્સિટીનાં ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટનાં આસિસ્ટન્ટ પ્રોફેસર અને કલા-દિગ્દર્શન સાથે જોડાયેલા ડૉ. કનિષ્ક શાહ અને તેમની ટીમ દ્વારા તૈયાર થયેલી શોર્ટ ફિલ્મની પસંદગી 22મી મે દરમ્યાન યોજાનારા ગુજરાતી ફિલ્મોત્સવમાં પુરસ્કાર સમારોહમાં એવોર્ડ માટે પસંદગીની કરવામાં આવી.
ફિલ્મ 'રોહા ફોર્ટ-એક વિસરાતી વિરાસત' વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાત ફિલ્મ ફેસ્ટિવલ 2022માં કેટેગરીમાં નોમિનેટ થઈ છે. અગાઉ 2019માં કચ્છ યુનિવર્સિટીના આસિસ્ટંટ પ્રોફેસર ડો.કનિષ્ક શાહની શોર્ટ ફિલ્મ પસંદ થયા બાદ આ જ રીતે બીજીવાર શોર્ટ ફિલ્મ નોમિનેટ થતાં કચ્છને એવોર્ડ મળવાની આશા બંધાઈ છે. ફિલ્મમાં ડાયરેક્ટર અને સ્ક્રિપ્ટ ડો. શાહે તૈયાર કરાઇ હતી. આ ફેસ્ટિવલ 20મીથી ત્રણ દિવસ અમેરિકાના જ્યોર્જિયા એટલાન્ટમાં યોજાશે.ઉલ્લેખનીય છે કે ડૉ.કનિષ્ક શાહની ફિલ્મ મેકિંગ સફર આઈ.જી.એફ.એફ. 2019થી શરૂ થઈ હતી જ્યારે તેમની શૉર્ટ ફિલ્મ `રિબૂટીંગ મહાત્મા' પસંદ થઈ હતી. `રિબૂટીંગ મહાત્મા' શૉર્ટ ફિલ્મને લોસ એંજલસ અને ન્યૂ જર્સીમાં દર્શાવાઈ હતી. આ નવતર વિચારને વિવેચકોએ ખૂબ વખાણ્યો હતો. આ ફેસ્ટિવલ 20મીથી ત્રણ દિવસ અમેરિકાના જ્યોર્જિયા એટલાન્ટમાં યોજાશે.