કચ્છ :  આકાશમાં સર્જાઈ આશ્ચર્યજનક ખગોળીય ઘટના,તેજસ્વી પ્રકાશ જોવા મળતા લોકોમાં સર્જાયું કુતુહલ,તજજ્ઞોના મતે મોટી ઉલ્કા હોઈ શકે!

કચ્છના આકાશમાં અચંબિત કરનાર ઘટના સર્જાઈ હતી.ભુજ તાલુકાના પૈયા ગામે રાત્રીના  3:12 વાગ્યાના આસપાસ આકાશમાં ચળકતો તેજસ્વી પ્રકાશ રેલાયો હતો. જેને

author-image
By Connect Gujarat Desk
New Update

આકાશમાં ખગોળીય ઘટનાથી કુતુહલ

આકાશમાં ચળકતો તેજસ્વી પ્રકાશ રેલાયો

ખગોળીય ઘટનામાં ઉલ્કા કહેવામાં આવે છે

ઘટના CCTV કેમેરામાં પણ થઇ કેદ

તારો તૂટતો હોય અથવા ઉલ્કા પડતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા 

કચ્છના આકાશમાં અચંબિત કરનાર ઘટના સર્જાઈ હતી.ભુજ તાલુકાના પૈયા ગામે રાત્રીના  3:12 વાગ્યાના આસપાસ આકાશમાં ચળકતો તેજસ્વી પ્રકાશ રેલાયો હતો.જેને ખગોળીય ઘટનામાં ઉલ્કા કહેવામાં આવે છે.જોકે સર્જાયેલી ઘટનાને પગલે લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું.

ભુજ તાલુકાના પૈયા ગામે રાત્રીના 3:12 વાગ્યાના આસપાસ આકાશમાં ચળકતો તેજસ્વી પ્રકાશ રેલાયો હતો.તેમજ પાલારા પાસે પણ તેજસ્વી પ્રકાશ કેમેરામાં જોવા મળ્યો હતો.CCTV કેમેરામાં આ ખગોળીય ઘટના કેદ થઇ હતીજેણે સમગ્ર કચ્છમાં કૌતુક જગાવ્યું હતું.જોકેજાણકારોના મતે આ એક પ્રકારની મોટી ઉલ્કા છેજેને ફાયર બોલ કહી શકાય.

કચ્છના વિવિધ સોશિયલ મીડિયા પેજ પર સવારથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભુજ તાલુકાના પૈયા ગામની આસપાસ એક અદભુત ખગોળીય ઘટના નોંધાઈ હતી. રાત્રીના  3.12 વાગ્યે આકાશમાં અચાનક તેજ પ્રકાશ જોવા મળ્યો હતો.

ઉનાળાની ગરમીને કારણે ઘણા લોકો રાત્રે અગાસી પર સૂતા હતાત્યારે રાત્રે આકાશમાં તેજ પ્રકાશ સર્જાયો હતોઆ ખગોળીય ઘટના સ્થાનિક વિસ્તારમાં લાગેલાCCTV કેમેરામાં પણ કેદ થઈ હતી.CCTV કેમેરાના ફૂટેજમાં આકાશમાંથી તારો તૂટતો હોય અથવા ઉલ્કા પડતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.આ ખગોળીય ઘટનાથી કચ્છના લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. આ ઘટનાનાંCCTV ફૂટેજ પણ વાયુવેગે વાયરલ થયા હતા.

કચ્છ યુનિવર્સીટીના હેડ ઓફ જી્યો સાયન્સ અને ડીન ફેકલ્ટી ઓફ સાયન્સના સુભાષ ભંડારીએ જણાવ્યું હતું કેખગોળીય ઘટના અંગે ઈસરોના વૈજ્ઞાનિકો તેમજ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદ દ્વારા સંશોધન કરવામાં આવશે,જે સ્થળે ઘટના બની છે ત્યાં ક્યા પ્રકારના રેડિયેશન નીકળ્યા છે,તેની પણ તપાસ કરવામાં આવશે.

Latest Stories