Connect Gujarat
ગુજરાત

કચ્છ: આશાપુરાના સ્થાનક માતાના મઢ ખાતે આસો નવરાત્રિમાં યોજાતી પત્રી વિધિ માટે કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

આસો નવરાત્રિમાં યોજાય છે પત્રી વિધિ, મહારાણી પ્રીતિદેવી જ હક્કદાર હોવાનો ચુકાદો.

X

કચ્છના કુળદેવી માં આશાપુરાના સ્થાનક માતાના મઢ ખાતે દર વર્ષે આસો નવરાત્રીમાં પત્રિવિધિની પૂજા કરવામાં આવે છે જે કચ્છ માટે ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે ત્યારે આ પૂજા સંદર્ભે રાજ પરિવારમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે ભુજ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે ભુજ કોર્ટ દ્વારા માતાના મઢ ખાતે યોજાતી પત્રી વિધિ માટે મહારાણી પ્રીતિદેવી જ હક્કદાર હોવાનો ચુકાદો આપવામાં આવ્યો છે.

કચ્છ રાજ પરિવારમાં વિવિધ મુદ્દે ચાલતા વિવાદ પૈકી માતાનામઢ ખાતેના આશાપુરા મંદિરમાં આસો નવરાત્રીની આઠમના યોજાતી ચામર-પત્રી વિધિ અંતર્ગત પત્રી ઝીલવા મુદ્દે ભુજ કોર્ટમાં કરાયેલી અપીલના સંદર્ભે ભુજ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો.

ભુજ કોર્ટ દ્વારા માતાના મઢ ખાતે યોજાતી પત્રી વિધિનો એકમાત્ર અધિકાર કચ્છના રાજવી પરિવારના સ્વ. જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાના ધર્મપત્ની મહારાણી પ્રીતિદેવીને આપવામાં આવ્યો છે. કોર્ટ ચુકાદા અનુસાર પ્રીતિદેવી ઈચ્છે તો આ વિધિ જાતે કરી શકે છે. પરંતુ તેઓ આ અંગે કોઈને નિયુક્ત કે આદેશ ના કરી શકે.

આ અધિકાર માત્રને માત્ર પ્રીતિદેવી પાસે જ રહેશે.કોર્ટ ચુકાદાના પગલે માતાના મઢમાં યોજાતી પત્રી વિધિની વર્ષો જૂની પરંપરામાં આ વર્ષે પ્રીતિદેવીના આગમનથી બદલાવ જોવા મળી શકે છે અને તેમના પછી આ પરંપરા સમાપ્ત પણ થઈ શકે કારણકે અત્યારસુધી આ વિધિ રાજા પ્રાગમલજી અને તેમના દ્વારા નિયુક્ત કુંવર ઇન્દ્રજીતસિંહ અને મયુરધ્વજસિંહ સહિતના વ્યક્તિઓ કરતા આવ્યા છે.

કોર્ટના આદેશ બાદ હવે પ્રથમ વખત મહિલા મા આશાપુરાની પત્રિવિધિ કરી શકશે.ભુજ કોર્ટ દ્વારા મહિલા સશક્તિકરણને ધ્યાને રાખી અપાયેલ આ ચુકાદાને રાજ પરિવાર દ્વારા આવકાર આપવામાં આવ્યો છે નોંધનીય છે કે પ્રાગમલજીના અવસાન બાદ રાજ પરિવારમાં વિવાદ વકરી રહ્યો છે.

Next Story