કચ્છ : મોટા રણમાં એશિયાનું સૌથી મોટું રિન્યુએબલ એનર્જી સોલાર પાર્કનું કરાશે નિર્માણ..!

એશિયાનું સૌથી મોટું હાઈબ્રીડ એનર્જી સોલાર પાર્ક, ખાવડામાં 5 હજાર મેગા વોટનો સોલાર પાર્ક બનશે

કચ્છ : મોટા રણમાં એશિયાનું સૌથી મોટું રિન્યુએબલ એનર્જી સોલાર પાર્કનું કરાશે નિર્માણ..!
New Update

ગુજરાતમાં વધતાં પ્રદુષણ વચ્ચે હવે રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રોનિક વાહનો પર ભાર મુકવામાં આવી રહ્યો છે. કચ્છમાં એશિયાનું સૌથી મોટું રિન્યુએબલ એનર્જી સોલાર પાર્ક બનવા જઈ રહ્યું છે, ત્યારે આવનારા સમયમાં ગુજરાતનો કચ્છ જિલ્લો ઇલેક્ટ્રિક સિટીના હબ તરીકે જાણીતો થાય તો નવાઈ નહિ...

કચ્છના મોટા રણમાં એશિયાનું સૌથી મોટુ રિન્યુએબલ એનર્જી સોલાર પાર્ક બનવાનું છે. જે કામનું તાજેતરમાં જ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેકટ થકી કચ્છનો સીમાડો અને રણ કે, જે હાલ નિર્જન છે તે સજીવન થશે. સોલાર પ્રોજેક્ટ થકી રોજગારી વધશે. તો સાથે જ આ વિસ્તારમાં અવરજવર વધવાથી સરહદી વિસ્તારનો સુનકારો ગાયબ થઈ જશે. ખાસ તો જ્યારે પ્રદુષણ અટકાવવા માટે સોલાર લાઈટનો ઉપયોગ વધી રહ્યો છે, ત્યારે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે. મહત્વની બાબત તો એ છે કે, સિંગાપોર દેશ જેટલા વિશાળ વિસ્તારમાં અહી એશિયાનું સૌથી મોટું હાઈબ્રીડ સોલાર એનર્જી પાર્ક બની રહ્યું છે. કચ્છના ખાવડામાં 5 હજાર મેગા વોટનો સોલાર પાર્ક બની રહ્યો છે, જે આધુનિકતાની નિશાની છે. આ સોલાર પાર્ક થકી 21મી સદીની શરૂઆત તરફ મંડાણ થઈ ચૂક્યા છે. ભવિષ્યમાં જ્યારે ઇ-બાઈકનું ચલણ વધવાનું છે, ત્યારે સોલાર એનર્જી મહત્વપૂર્ણ સાબિત થશે. જોકે, આવનારા સમયમાં ગુજરાત અન્ય રાજ્યોને ઇલેક્ટ્રીક સપ્લાય આપવામાં કચ્છ જિલ્લો મોખરે હશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

#Kutch #SolarSystem #Renewable Energy #solar park #ElectricCity #RenewableEnergySolarPark
Here are a few more articles:
Read the Next Article