કચ્છ : PM મોદીના આગમન પૂર્વે મુખ્યમંત્રી સ્મૃતિ વનની મુલાકાતે, તૈયારીઓ અંગે જાત માહિતી મેળવી

આગામી તા. 27 ઓગષ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી કચ્છમાં નિર્માણ પામેલા મેમોરિઅલ પ્રોજેક્ટ સ્મૃતિ વનનું લોકાર્પણ કરવાના છે, ત્યા

New Update
કચ્છ : PM મોદીના આગમન પૂર્વે મુખ્યમંત્રી સ્મૃતિ વનની મુલાકાતે, તૈયારીઓ અંગે જાત માહિતી મેળવી

આગામી તા. 27 ઓગષ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી કચ્છમાં નિર્માણ પામેલા મેમોરિઅલ પ્રોજેક્ટ સ્મૃતિ વનનું લોકાર્પણ કરવાના છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રથમ તબક્કામાં વિકસિત થયેલા વિસ્તારમાં કામગીરીની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચન કર્યું હતું.

આગામી તા. 27 ઓગષ્ટના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન કચ્છના આંતરરાષ્ટ્રીય કક્ષાના મેમોરિઅલ પ્રોજેક્ટ એવા સ્મૃતિ વનનું PM મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભુજ આવી પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રીએ ભુજીયા ડુંગર પર 470 એકરમાં નિર્માણ પામેલા પ્રથમ તબક્કાના 170 એકર વિસ્તારને વિકસિત એવા સ્મૃતિ વનની મુલાકાત લીધી હતી. સાથે જ મુખ્યમંત્રીએ તમામ તૈયારીઓ અંગે જાત માહિતી મેળવી હતી. આ ઉપરાંત સ્મૃતિ વનમાં મ્યુઝિયમ, ચેકડેમ, સનસેટ પોઇન્ટ અને સોલાર પાવર પ્લાન્ટનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી સૂચન કર્યું હતું.

Latest Stories