/connect-gujarat/media/post_banners/d8c27045bd6247c52b404fad0af1dac3c78eaf1a5e9854518dbd727663af42be.jpg)
દિવાળીના તહેવારો ટાંણે કચ્છ જિલ્લામાં ઉત્સવની સીઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે કચ્છમાં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી યોજાનાર રણોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ વર્ષે "અતુલ્ય ભારત"ની થીમ આધારિત સફેદ રણમાં રણોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે અહી ટેન્ટ સિટીની સાથે નાના-મોટા 37 રિસોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યા છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી યોજાનાર રણોત્સવમાં દેશભરમાંથી પ્રવાસીઓ આવી કચ્છની મુલાકાત લેતા હોય છે. આ વખતના રણોત્સવની થીમ 'અતુલ્ય ભારત' રાખવામાં આવી છે. આ સાથે જ હસ્તકળાને સન્માન અને પ્રોત્સાહન આપવા માટે દેશભરના હસ્તકળા કારીગરોને ઉત્સવમાં સામેલ થવાનું આમંત્રણ પાઠવાયું છે.
જોકે, તહેવારોની સીઝન હોવાથી નવેમ્બર માસમાં જ રણોત્સવનો પ્રારંભ કરવામાં આવે છે, ત્યારે રણોત્સવ માટે ગત સપ્ટેમ્બર માસથી જ બુકિંગ શરૂ થઈ ગયું હતું. લોકોને પણ દિવાળીની રજાઓ સહપરિવાર સાથે મનાવવા અહીં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધનીય છે કે, હજી પણ દરિયાના પાણી ભરાયેલા હોવાથી સફેદ રણમાં મીઠાની ચમક જોવા મળી નથી, ત્યારે સફેદ મીઠાની ચાદર આગામી ડિસેમ્બર મહિનામાં જોવા મળશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.