Connect Gujarat
ગુજરાત

કરછ: બેટી બચાવો અને બેટી પઢાવો અભિયાન, કુકમા ગ્રામ પંચાયત દ્વારા બાલિકા પંચાયતની રચના

ભુજની કુકમા ગ્રામ પંચાયતનો નવતર અભિગમ, બાલિકા પંચાયતની કરાય રચના.

X

બેટી બચાવો અને બેટી પઢાવો અભિયાન અંતર્ગત ભુજની કુકમા ગ્રામ પંચાયત દ્વારા નવતર અભિગમ દાખવવામાં આવ્યો છે. ગ્રામપંચાયત દ્વારા બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે જેની આજરોજ ચૂંટણી યોજાઇ હતી જેમાં 11 થી 21 વર્ષની 24 દીકરીઓએ સભ્ય માટે ઉમેદવારી નોંધાવી હતી.

સરકાર દ્વારા બેટી બચાવો અને બેટી પઢાવો અભિયાન અંતર્ગત વિવિધ પગલાઓ લેવામાં આવે છે ત્યારે કચ્છમાં હવે નવતર પહેલ શરૂ થઈ છે કચ્છના ગામોમાં હવે બાલિકા પંચાયતની વરણી કરવામાં આવી રહી છે સામાન્ય રીતે ગામનો વહીવટ ગ્રામ પંચાયત દ્વારા ચલાવવામાં આવતો હોય છે ત્યારે હવે બાલિકા પંચાયત દ્વારા પણ ગામના વિકાસમાં યોગદાન આપવામાં આવશે.

ભુજ તાલુકાના કુકમાં ગામે આજે બાલિકા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી જેને લઈને દીકરીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ગામના સરપંચ કંકુબેન વણકરે જણાવ્યું કે છેલ્લા દોઢ મહિનાથી આ માટે તૈયારી ચાલતી હતી. ગામમાં કુલ 8 વોર્ડ રચાયા છે જેમાં ચૂંટણી માટે 11 થી 21 વર્ષની 24 દીકરીઓએ સભ્ય માટે ફોર્મ ભર્યા છે. સરપંચ પદ માટે પણ 8 ફોર્મ ભરાયા છે. અત્યારસુધી ચૂંટણી માટે પ્રચાર કરવામાં આવ્યો અને આજે મતદાન છે. સાંજે છ વાગ્યા તેના પરિણામ જાહેર કરવામાં આવશે.

કુકમાં ગ્રામ પંચાયત, મહિલા અને બાળ વિકાસ વિભાગ, કચ્છ મહિલા સંગઠન અને સેવા સેતુ અભિયાન દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે બાલિકા પંચાયત ગ્રામ પંચાયતની જેમ ગામના વિકાસમાં સહભાગી બનશે.

Next Story