Connect Gujarat
ગુજરાત

કરછ: સાધુના વેશમાં કાર લઈ ફરાર થનાર ઠગ ઝડપાયો, જુઓ ઠગ સાધુની ક્રાઇમ કુંડળી

ભુજમાં ઠગ સાધુ ઝડપાયો, સાધુના વેશમાં ફોર્ચ્યુનર કાર લઈ થયો હતો ફરાર.

X

ભુજના માધાપર હાઇવે પર વાહન લે-વેચના ધંધાર્થી પાસે ગ્રાહક તરીકે પહોંચી ટેસ્ટ ડ્રાઈવના બહાને ફોરચ્યુનર કાર અને તેમાં રહેલાં પચાસ હજાર રોકડા લઈ સાધુ ફરાર થઈ ગયો હતો જેથી પોલીસ ફરિયાદ નોંધાતા બી ડિવિઝન પોલીસે ગઠિયાના વેશમાં આવેલા સાધુને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજસ્થાનના બાડમેર નજીક રામદેવપીરના જન્મસ્થાન રૂડિયાધામનો ગાદીપતિ ગણાવી આરોપી પ્રદીપ બાપુએ માધાપર હાઇવે પર આવેલ આવળકૃપા નામના ઓટો લે વેચ શોરૂમના સંચાલકનો વિશ્વાસ જીતી ફોર્ચ્યુનર કારની ટેસ્ટ ડ્રાઇવ લીધી હતી જોકે આરોપી કાર લઈ પધ્ધર થઈ સમખીયાળી અને ત્યાંથી પાટણ જવા નીકળી ગયો હતો જેથી પોલીસે રાજસ્થાન પોલીસને સાથે રાખી આરોપીને ઝડપી લીધો છે અને કાર પણ કબ્જે કરી લેવાઈ છે આ આરોપી કચ્છના મુંદરા તાલુકાના પત્રી ગામનો પ્રદીપ શાહ હોવાનું સામે આવ્યું છે.

આરોપી પ્રદીપ સાધુનો વેશ ધારણ કરી મીઠી મીઠી વાતો કરી વાહન લે-વેચના ધંધાર્થીઓને વિશ્વાસમાં લઈ ટેસ્ટ ડ્રાઈવના બહાને કાર લઈને નાસી જતો હતો. પોલીસે તેના ગુનાની કુંડળી તપાસતાં અગાઉ તેની સામે રાજકોટ શહેરમાં બે, અમરેલીમાં 1, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વાહનચોરીના એક-એક ગુના નોંધાયેલાં છે. ઈડરમાં તે જાહેરનામા ભંગ અને હથિયારધારા હેઠળ ઝડપાયો હતો.આગામી દિવસોમાં સાધુના વેશમાં રહેલાં ગઠિયાના નવા કાંડ પ્રકાશમાં આવે તેવી શક્યતા છે.

Next Story