કચ્છ : KBCમાં 50-50 લાઇફલાઇન હોવા છતાં ભુજની મહિલાએ રૂ. 50 લાખના પ્રશ્ન સામે ગેમ "ક્વિટ" કરી..!

કોન બનેગા કરોડપતિ શોમાં પોતાના પ્રિય અભિનેતા અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસવાનું સૌકોઈનું સપનું હોય છે,

New Update
કચ્છ : KBCમાં 50-50 લાઇફલાઇન હોવા છતાં ભુજની મહિલાએ રૂ. 50 લાખના પ્રશ્ન સામે ગેમ "ક્વિટ" કરી..!

કોન બનેગા કરોડપતિ શોમાં પોતાના પ્રિય અભિનેતા અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસવાનું સૌકોઈનું સપનું હોય છે, ત્યારે કચ્છ જિલ્લાના ભુજ શહેરના વતની જયશ્રીબા ગોહિલને 7 લેવલ પાર કરી હોટ સીટ પર બેસવાનો મોકો મળ્યો હતો. કુલ 13 પ્રશ્નોના સાચા જવાબ આપીને જયશ્રીબા પાસે લાઇફલાઇન હોવા છતાં તેમણે ગેમ ક્વિટ કરી હતી, ત્યારે આ જોઈને અમિતાભ બચ્ચનને પણ નવાઈ લાગી હતી.

ભુજમાં મહેસુલ તંત્રમાં સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા જયશ્રીબા ગોહિલે કોન બનેગા કરોડપતિ શોમાં બિગ-બીના સવાલોના સમજી વિચારીને જવાબ આપવા સાથે ગીત ગાઈને સૌને મનોરંજન પણ પૂરું પાડ્યું હતું. ઉપરાંત કચ્છના જલેબી, ફાફડા, ગાંઠીયા તો વખણાય છે. પરંતુ દાબેલી પણ ભુજવાસીઓને મનગમતી વાનગી છે, તેવું કહેતાં જયશ્રીબાએ ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભને ગુજરાતના ભુજ ખાતે આવવા અપીલ કરી હતી. જયશ્રીબાએ 12.50 લાખ રૂપિયા માટે ગુજરાતના સમર્થ સર્જક મનુભાઈ પંચોલી દર્શક અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ઉપરાંત 14મો પ્રશ્ન ભારતના સૌથી મોટા પતંગિયાનું નામ શું છે? તે પૂછવામાં આવ્યું હતું. પરંતુ તે એક જવાબ માટે તેઓ નિશ્ચિત ન હતા. આ 14મો સવાલ 50 લાખ રૂપિયાનો હતો અને તેમની પાસે એક લાઇફલાઇન પણ હતી. રૂપિયા 50 લાખના સવાલનો સાચો જવાબ આપીને તેઓ સરળતાથી 15મા સવાલ સુધી પહોંચી શકતા હતા. જોકે, જયશ્રીબાએ 14મા સવાલનો જવાબ ન આપી ગેમ ક્વિટ કરી હતી. આ સમયે તેમની પાસે '50-50 લાઇફલાઇન' પણ હતી. તો આ લાઇફલાઇનનો ઉપયોગ કરીને તેઓ 50 લાખ રૂપિયા જીતી શક્યાં હોત. જોકે, તેમને સાચો જવાબ ખબર જ ના હોવાથી તેમણે આ ગેમ ક્વિટ કરી હતી, ત્યારે આ જોઈને અમિતાભ બચ્ચનને પણ નવાઈ લાગી હતી.


Latest Stories