Connect Gujarat
ગુજરાત

કચ્છ : પુસ્તક વાંચનની પ્રવૃત્તિને મળશે વેગ, ગુજરાત ટુરિઝમ દ્વારા પુસ્તક મેળાનું આયોજન

ભુજમાં ત્રીદિવસીય પુસ્તક મેળાનું કરાયું છે આયોજન, ગુજરાત ટુરિઝમ દ્વારા પુસ્તક વાંચનની પ્રવૃત્તિને વેગ.

X

કચ્છ જિલ્લામાં પુસ્તક વાંચનની પ્રવૃત્તિને વેગ આપવા માટે ગુજરાત ટુરિઝમ દ્વારા ભુજમાં ત્રીદિવસીય પુસ્તક મેળાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

આગામી જન્માષ્ટમી પર્વ અનુસંધાને કચ્છ જિલ્લામાં પુસ્તક મેળાનો આરંભ કરવામાં આવ્યો છે. આમ તો કચ્છ જિલ્લો પ્રવાસન ક્ષેત્રે આગળ વધી રહ્યો છે, ત્યારે અહીંના પુસ્તકપ્રેમીઓને કચ્છ સહિત રાજ્યના પ્રવાસન સ્થળો તેમજ પ્રાણી અને પક્ષી જગત, જંગલો, કાવ્ય પઠન, આર્ટ એન્ડ ક્રાફટ સહિતના અલગ અલગ વિષયો પર પુસ્તકો મળી રહે તે માટેનું આયોજન કરાયું છે.

ભુજ ખાતે ગુરુવાર સુધી આ પુસ્તક પરબ ચાલુ રહેશે. અહીં આવતા પુસ્તકપ્રેમીઓના જ્ઞાનમાં વધારો કરવા માટે ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર ભુજ દ્વારા વિવિધ પુસ્તકોની ખરીદી કરવામાં આવી છે.

Next Story