Connect Gujarat
ગુજરાત

કચ્છ : "હમારી જેલ મે સુરંગ" જેવો ઘાટ, કર્મચારીઓએ જ કરી મોલમાંથી રૂ. 13 લાખની ચોરી..!

કચ્છ જિલ્લાના ગાંધીધામના ઓશિયા મૉલમાં થયેલી રૂપિયા 13 લાખથી વધુની ચોરીના મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે

X

કચ્છ જિલ્લાના ગાંધીધામના ઓશિયા મૉલમાં થયેલી રૂપિયા 13 લાખથી વધુની ચોરીના મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે, ત્યારે મોલમાં કામ કરનાર કર્મચારીઓએ ચોરીને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

ગાંધીધામના ઓશિયા મૉલમાં થતી રોજે-રોજની આવકનો હિસાબ કોમ્પ્યુટરમાં સેવ કરી બીજા દિવસે બેન્ક ખાતામાં જમા કરાવી દેવાય છે. જોકે, શનિ-રવિની રજાઓમાં બેન્કો બંધ હોવાથી મૉલમાં થતી આવક એક પેટીમાં એકઠી કરી તેને સીલ મારી દેવામાં આવી હતી, ત્યારે મોલમાં કામ કરનારા કર્મચારી, 2 સિક્યુરિટી તેમજ 1 પૂર્વ કર્મચારીએ આયોજનબધ્ધ રીતે કાવતરું રચી ચોરીને અંજામ આપ્યો હતો. જોકે, મૉલમાં રહેલાં CCTV કેમેરામાં ક્યાંય કેદ ન થઈ જવાય તે હેતુથી આરોપીઓએ તેમાં તોડફોડ પણ કરી હતી. ચોરીની રકમની ભાગબટાઈ કર્યાં બાદ અમુક કર્મચારીઓ પણ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ઓશિયા મૉલમાંથી રૂપિયા 13 લાખથી વધુના માલમત્તાની ચોરી મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી ગુન્હાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. જોકે, આ ચારેય આરોપીઓમાં 2 આરોપી સગીર વયના હોવાનું પણ જાણવા મળ્યું છે.

Next Story