કચ્છ: ગોવર્ધન પર્વત પર જન્માષ્ટમી પર્વ નિમિત્તે શ્રધ્ધાળુઓ ઉમટ્યા

ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમી પર્વની સમગ્ર કચ્છ જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી

New Update
કચ્છ: ગોવર્ધન પર્વત પર જન્માષ્ટમી પર્વ નિમિત્તે શ્રધ્ધાળુઓ ઉમટ્યા

જન્માષ્ટમી પર્વ નિમિત્તે કચ્છમાં આવેલા ગોવર્ધન પર્વત પર મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા

ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમી પર્વની સમગ્ર કચ્છ જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે કચ્છમાં આવેલા મુરલીધર કાળિયા ઠાકોરના મંદિરે ભાવિકોનો પ્રવાહ ઉમટી પડ્યો હતો ભગવાન કૃષ્ણએ બાલ્યકાળ દરમિયાન ગોવર્ધન પર્વત એક આંગળી પર ઊંચક્યો હતો તે વાત સૌ જાણે છે કચ્છમાં પણ ગોવર્ધન પર્વત આવેલો છે જ્યાં ભાવિકો ઉમટી પડ્યા હતા અંજાર તાલુકાના સતાપર નજીક આવેલા ગોવર્ધન પર્વત પર ઉત્સાહભેર જન્માષ્ટમી ઉજવાઈ હતી ખાસ તો અહીં મુરલીધરનું અલૌકિક મંદિર છે તેની સાથે હજારો વૃક્ષોનું ઉપવન, ઘાટ,ક્રાફટ ગેલેરી સહિતના આકર્ષણો પ્રવાસીઓના મન મોહી લે છે જન્માષ્ટમીના દિવસે અહીં હજારો ભક્તોએ શ્રીકૃષ્ણના દર્શન કર્યા હતા અંજાર નહિ પરંતુ ગાંધીધામ, કંડલા,આદિપુર અને સમગ્ર કચ્છમાંથી લોકો ગોવર્ધન પર્વત પર ઉમટયા હતા

Latest Stories