કચ્છ : દેશ-વિદેશમાં પ્રખ્યાત ધ્રબ ગામની "ઈઝરાયેલી" ખારેક, જુઓ કેટલું થાય છે ઉત્પાદન..!

દેશ-વિદેશમાં પ્રખ્યાત કચ્છ જિલ્લાના ધ્રબ ગામની ખારેક, ખારેક માટે અહીની જમીન અનુકૂળ હોવાથી વધુ ઉત્પાદન.

New Update
કચ્છ : દેશ-વિદેશમાં પ્રખ્યાત ધ્રબ ગામની "ઈઝરાયેલી" ખારેક, જુઓ કેટલું થાય છે ઉત્પાદન..!

કચ્છ જિલ્લાની ખારેક દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. લોકો પણ કચ્છની ખારેકને કચ્છી સૂકો મેવો તરીકે પણ ઓળખે છે, ત્યારે 400 વર્ષથી લોકોના દિલો પર રાજ કરતી ખારેકના ઉત્પાદનની મૂળ શરૂઆત ધ્રબ ગામ ગામમાંથી કરવામાં આવી હતી. 

કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામમાં છેલ્લા 400 વર્ષ કરતા પણ વધુ સમયથી ખારેકની ખેતી થાય છે. તેમજ ધ્રબ ગામની ખારેક વિશ્વમાં વિખ્યાત છે. અહીંયા 7 કરતા વધુ પ્રકારની ખારેક પાકે છે. જેના કલર તેમજ મીઠાસના કારણે નામના મેળવી છે. પહેલાં તુર્કીથી આવીને કચ્છમાં વસવાટ કરનાર 2 ભાઈઓએ ભારતમાં સૌ પ્રથમવાર ખારેકની ખેતી કરી હતી. મુન્દ્રા તાલુકાની આબોહવા તેમજ જમીન ખારેક માટે અનુકૂળ હોવાથી બન્ને ભાઈઓને ખેતીમાં સફળતા મળી હતી, જે આજદિન સુધી સતત વધી રહી છે.

ધ્રબ ગામમાં મુખ્યત્વે પીળા, લાલ, કેસરી તેમજ બ્રાઉન કલરની ખારેક વધુ જોવા મળે છે. અહીંયા ભારતીય ખારેક સીવાય ઈઝરાયેલી ખારેકનું પણ ખૂબ ઉત્પાદન છે. નોંધનીય છે કે, ખારેક મૂળ તો ખજૂર જ હોય છે, પણ જૂન મહિનામાં 50 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નહી મળવાના કારણે ખારેક પાકી નથી શકતી. જે ખજૂરમાં પરીવર્તિત થઈ જતાં તેને અહી ખારેક તરીકે ઓળખવામાં આવે છે. ભારત મોટા પાયે ખજૂરનું આયાત અરબ દેશોમાંથી કરે છે, ત્યારે જો અહીંયા જ ખારેકને પૂરતું તાપમાન મળે તો ભારતીય ખારેકને બહાર ઇમ્પોર્ટ કરવાની જરૂર ન પડે. એના માટે સરકાર દ્વારા ખારેક સંશોધન કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું છે. જે ખારેકની ખેતી પર રિસર્ચ કરતું રહે છે. ધ્રબ ગામની ખારેક દેશ ઉપરાંત વિદેશમાં પણ ખૂબ પ્રખ્યાત છે. જેના કારણે ઈન્ડોનેશિયા, વિએતનામ તેમજ મલેશિયા જેવા દેશોમાં પણ કચ્છની ખારેક એક્સપોર્ટ કરવામાં આવે છે.

Latest Stories