કરછમાંથી ઝડપાયો ખાતરનો ગેરકાયદેસર જથ્થો
નિમકોટેડ ખાતરનો ઝડપાયો હતો જથ્થો
યુરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપાયો હતો
ખેતીવાડી વિભાગે પોલીસ મથકમાં આપી અરજી
પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ
કચ્છમાં ખાતરની અછત વચ્ચે સબડીસીડાઇઝ નિમકોટેડ ખાતરનો ગેરકાયદેસર જથ્થો ઝડપાવાના મામલામાં ખેતીવાડી વિભાગે અંજાર પોલીસ મથકમાં અરજી આપી છે.
કચ્છમાં ખાતરની અછત વચ્ચે સબડીસીડાઇઝ નિમકોટેડ ખાતરનો ગેરકાયદેસર જથ્થો ઝડપાવાના મામલો સામે આવ્યો હતો જેમા અંજારના લાખાપર ગામે ખેડૂતોએ સબડીસીડાઇઝ નિમકોટેડ ખાતરનો ગેરકાયદેસર જથ્થો પકડી પાડ્યો હતો.બોલેરો પિકપ વાહનમાં સરદારનો બીલ વગરનું અંદાજિત 21,300 કિંમતનું ખાતર જપ્ત કરવામાં આવ્યું હતું.
45 કિલોની 80 બોરી કુલ 3600 કિલો યુરિયા ખાતરનું ઝડપી પાડવામાં આવ્યું હતું.ખેડૂતોએ કાયદેસરની કાર્યવાહી માટે ખેતી વિસ્તરણ અધિકારીને જાણ કરી હતી ત્યારે હવે ખેતી વિસ્તરણ અધિકારીએ અંજાર પોલીસ જાણ કરી જાણ જોગ ફરિયાદ નોંધાવી છે. જો કે ખાતરના સેમ્પલનું ટેસ્ટિંગ થયાં બાદ એફઆઈઆર દાખલ કરવામાં આવશે