કચ્છ:હજારો કિલોમીટરનું અંતર કાપીને વિદેશી પક્ષીઓ બન્યા મહેમાન,પ્રવાસીઓનો ધસારો

4953 ચોરસ કિલોમીટર એરિયામાં ફેલાયેલો છે. આ રણની અંદર ઠંડીની સીઝનમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે.અને આ રણની અંદર પોતે મહેમાન ગતી માણતા હોય છે

author-image
By Connect Gujarat Desk
New Update
  • નાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન

  • હજારો કિ.મી.ની સફર ખેડીને પક્ષીઓ આવ્યા

  • ઠંડીની ઋતુમાં વિદેશી પક્ષીઓ બન્યા મહેમાન

  • પ્રવાસીઓની સંખ્યામાં થયો વધારો

  • ખોરાક,સલામતી અને વાતાવરણ આવે છે અનુકૂળ

કચ્છમાં ઠંડીની મોસમ સાથે વિદેશી પક્ષીઓ પણ મહેમાન બન્યા છે. હજારો કિલોમીટરનું અંતર કાપીને પક્ષીઓએ રણ પ્રદેશમાં રોકાયા છે,પક્ષીઓના આગમન સાથે પ્રવાસીઓનો પણ ધસારો જોવા મળી રહ્યો છે.

કચ્છના નાના રણની અંદર હજારો કિલોમીટર કાપીને વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.ત્યારે ખાસ કરીને ફ્લેમિંગો,સ્પૂનબિલ,કુંજ,ટિલોર,પેરિગ્રીન,ફાલ્કન,રણ ચકલી,નાઈટજાર,જેવા અલગ અલગ જાતના પક્ષીઓ મહેમાન બન્યા છે.આ કચ્છના નાના રણનો વિસ્તાર બહુ મોટો છે.

જે 4953 ચોરસ કિલોમીટર એરિયામાં ફેલાયેલો છે. આ રણની અંદર ઠંડીની સીઝનમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે.અને આ રણની અંદર પોતે મહેમાન ગતી માણતા હોય છે. આ પક્ષીઓને પ્રત્યક્ષ રીતે જોવા માટે રાજ્ય તેમજ રાજ્ય બહારથી લોકો મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે.

હાલ યુરોપ જેવા દેશોમાં બરફ વધુ હોવાથી આ પક્ષીઓ રણ વિસ્તારમાં આવે છે.જે લગભગ ચાર મહિના સુધી આ વિસ્તારમાં પક્ષીઓ રોકાણ કરે છે.જેનું મુખ્ય કારણ તેમણે આ જગ્યાએ પૂરતો ખોરાક,સલામતી અને વાતાવરણ પણ અનુકૂળ આવી રહ્યું છે.આ પક્ષીઓને કોઈ જાતની તકલીફ ન  પડે તે માટે અભયારણ્ય દ્વારા પણ કાળજી લેવામાં આવે છે. આ સમયમાં આ રણની અંદર હજારો પ્રવાસીઓ રણની મુલાકાત લઇ રહ્યા છે.

Latest Stories