વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ હેઠળ 470 એકરમાં ભૂકંપ સ્મૃતિવન આકાર પામ્યું છે, જે દેશનો પ્રથમ અર્થક્વેક મેમોરિયલ પાર્ક છે. 10 વર્ષની લાંબી જહેમત બાદ વિશ્વકક્ષાનો ભૂકંપ સ્મૃતિવન કચ્છીવાસીઓ માટે સંવેદના પૂરી પાડનારું બન્યો છે. વર્ષ 2001માં આવેલા મહાભૂકંપમાં જીવ ગુમાવનારા 13,805 દિવંગત આત્માઓની સ્મૃતિને કાયમ રાખવા સદગતોની નામાવલિ તાલુકા મુજબ અલગ-અલગ તક્તીરૂપે કંડારી મૂકવામાં આવી છે. સાથે અહીં અભ્યાસુ લોકો માટે રીજનલ સાયન્સ સેન્ટર, અર્થક્વેક સિવ્યુલેટર સંકુલ, 35 ચેકડેમ સહિતના પ્રકલ્પોનો સમાવેશ કરવામાં આવ્યો છે,
5 માળના આ સંકુલમાં કુલ 7 અલગ-અલગ ગેલરી છે, જેમાં પુનર્જન્મ, પુનઃપ્રાપ્તિ, પુનર્સ્થાપના, પુનર્નિર્માણ, પુનર્વિચાર, પુનર્જીવન અને નવીનીકરણનો સમાવેશ થાય છે, જ્યારે ટોચ પર અર્થકેવેક ગેલરી નિર્માણ પામી છે. અહીં મુલાકાતીઓ માટે ઓડિટોરિયમ, પુસ્તકાલય, કેફે અને લિફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે.
હાલમાં જ્યારે જી-20 સમીપ યોજાવાની છે. ત્યારે વિદેશી સભ્યો અહીં મુલાકાતે આવનાર છે,
સ્મૃતિવનમાં જી-20ના લાઈટ બેનર,તેમજ ભુજીયા કિલ્લા પર કલરિંગ જી-20 રોશનીના ઝગમગાટ સાથે જોવા મળે છે. રોશનીના ઝગમગાટ સાથે જાણે દિવાળી જેવો માહોલ ભુજમાં જોવા મળે છે
G-20ને લઈને ભુજ શહેરના માર્ગો શણગારવામાં આવ્યા છે. ભુજ શહેરના આરટીઓ સર્કલ જુબેલી સર્કલ શણગારવામાં આવ્યા છે. આ સર્કલ ઉપર ફૂલ ઝાડ લગાડવામાં આવ્યા છે, વિદેશી મહેમાનો આવશે જેઓ ભુજ શહેરના સ્મૃતિ વનની મુલાકાત લેશે એરપોર્ટથી માંડીને સ્મૃતિ વનના માર્ગને સુધારવામાં આવ્યો છે. તેમજ સાફ-સફાઈની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.