કચ્છ : ભારતની સૌથી મોટી “અવકાશ વેધશાળા”નું ભુજમાં નિર્માણ, જ્યાં અદ્ભુત અવકાશી ઘટનાઓ નિહાળી શકાશે...

ભારતની સૌથી મોટી વેધશાળામાં 1 કરોડ રૂપિયામાં લગાવાયેલ 24 ઇંચનું ડૉલ-કિર્કહમ ટેલિસ્કોપથી ખગોળશાસ્ત્રના રસિકોને અદ્ભુત અવકાશી ઘટનાઓ નિહાળવાનો અવસર આપે છે.

New Update
  • ઐતિહાસિક અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું શહેર એટલે ભુજ

  • ભુજમાં ભારતની સૌથી મોટી અવકાશ વેધશાળાનું નિર્માણ

  • ખગોળશાસ્ત્રના રસિકો માટે ડૉલ-કિર્કહમ ટેલિસ્કોપ મુકાયું

  • માત્ર રૂ. 30માં જ અંતરિક્ષના રહસ્યોને જાણી-જોઈ શકાશે

  • અવકાશ સંશોધનમાં લોકોની રુચિ વધે તે માટેનો પ્રયાસ 

શું તમે જાણો છો કે માત્ર 30 રૂપિયામાં જ તમે અંતરિક્ષના રહસ્યોને જાણી અને જોઈ શકો છો..હા આ શક્ય બન્યું છે બ્રહ્માંડના પ્રવેશદ્વાર સમાન કચ્છ જિલ્લાના ભુજની નવનિર્મિત વેધશાળામાં. ભારતમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે શિક્ષણને વેગ આપવા અને અવકાશ સંશોધનમાં લોકોની રુચિ વધારવામાં આ વેધશાળાની મહત્વની ભૂમિકા છે. તો ચાલોઆપણે પણ અદ્યતન ટેક્નોલૉજી અને વિજ્ઞાનના સંગમને માણીએ...

કચ્છના ઐતિહાસિક અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા શહેર ભુજમાં ભારતની સૌથી મોટી અવકાશ વેધશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વેધશાળામાં 1 કરોડ રૂપિયામાં લગાવાયેલ 24 ઇંચનું ડૉલ-કિર્કહમ ટેલિસ્કોપથી ખગોળશાસ્ત્રના રસિકોને અદ્ભુત અવકાશી ઘટનાઓ નિહાળવાનો અવસર આપે છે.

અહીં સામાન્ય લોકો માટે અત્યાધુનિક ટેલિસ્કોપ લાગેલો છે. આ ટેલિસ્કોપના માધ્યમથી તમે ચંદ્રગુરુશનિ અને દૂરના ગ્રહો-નક્ષત્રોને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ વેધશાળા લોકોને ખગોળીય ઘટના વિશે માહિતગાર કરવામાં અને બ્રહ્માંડના રહસ્યો વિશે જિજ્ઞાસા જગાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

આકાશીય પદાર્થોને જોવા માટે શિયાળો શ્રેષ્ઠ ઋતુ છે. આ સમયગાળામાં આકાશ મોટા ભાગે ખૂબ જ ચોખ્ખુ હોય છે. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આ વેધશાળામાં ગાઇડની સુવિધા પણ છે. જાણકાર ગાઇડ ઉપગ્રહોતારાઓ અને ગ્રહ-નક્ષત્રો વિશે રસપ્રદ માહિતી પ્રદાન કરે છે.

આ વેધશાળાનો મુખ્ય હેતુ માત્ર અવકાશી પદાર્થોના અવલોકન ઉપરાંત નાગરિકોને મનોરંજન સાથે શિક્ષણ’ આપવાનો પણ છે. જેમાં વિદ્યાર્થી હોય કેખગોળશાસ્ત્રી હોય કેપછી હોય સંશોધકઅહીં દરેક વ્યક્તિને અવકાશના રહસ્યોને સમજવાની સમાન તક પ્રાપ્ત થાય છે.

Latest Stories