કચ્છ : રૂ. 182 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડનો પર્દાફાશ, ગરીબોના નામે પેઢીઓ ખોલી ઠગાઈ કરતાં 4 શખ્સોની ધરપકડ

લોકોની મજબૂરી અને અજ્ઞાનતાનો લાભ ઉઠાવી રૂ. 182 કરોડથી વધુની રકમની ગેરકાયદેસર હેરફેર કરનારા નેટવર્કને પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યું

New Update
  • ગરીબોના નામે પેઢીઓ ખોલી દેશભરમાં ઠગાઈનું નેટવર્ક

  • પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી

  • ખોટા દસ્તાવેજોના જોરે ચાલતા કાળા કારોબારનો પર્દાફાશ

  • ચોંકાવનારા કૌભાંડમાં પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી

  • અન્ય 4 ફરાર શખ્સોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા  

કચ્છ જિલ્લા ગાંધીધામ અને આદિપુર વિસ્તારમાં સાયબર માફિયાઓએ આચરેલા એક મસમોટા અને ચોંકાવનારા કૌભાંડમાં પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે.

લોકોની મજબૂરી અને અજ્ઞાનતાનો લાભ ઉઠાવી રૂ. 182 કરોડથી વધુની રકમની ગેરકાયદેસર હેરફેર કરનારા નેટવર્કને પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યું છે. આ ટોળકી ગરીબ અને જરૂરતમંદ લોકોને લાલચ આપી તેમના નામે ખોટી પેઢીઓ અને બેંક ખાતાઓ ખોલાવી દેશભરમાં સાયબર ફ્રોડ આચરતા ગુનેગારોને પ્લેટફોર્મ પૂરું પાડતી હતી. આ મામલે પોલીસે 4 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છેજ્યારે અન્ય 4 શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું કેઆરોપીઓએ એક સુઆયોજિત કાવતરું રચી ગાંધીધામ અને આદિપુરમાં ભાડે દુકાનો રાખી હતી. વધુમાં કુલ 81 જેટલા બેંક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતોજેમાં અત્યાર સુધીમાં કરોડોની માતબર રકમ જમા થઈ હતી. આ રકમમાંથી 5 લાખથી વધુની રકમ ચેક મારફતે ઉપાડી લેવામાં આવી હતી.

આ એકાઉન્ટ્સને જ્યારે કેન્દ્રીય 'સમન્વય પોર્ટલપર ચેક કરવામાં આવ્યાત્યારે ચોંકાવનારી વિગત બહાર આવી કેઆ ખાતાઓ વિરુદ્ધ દેશના અલગ-અલગ રાજ્યો જેવા કેપશ્ચિમ બંગાળમુંબઈદિલ્હીપંજાબ અને તેલંગાણામાં કુલ 74 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે. આરોપીઓ દરેક એકાઉન્ટ દીઠ મોટું કમિશન મેળવીને આ નાણાકીય હેરાફેરીમાં વચેટિયા તરીકે કામ કરતા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Latest Stories