કચ્છ : રાપરમાં વાવાઝોડા વચ્ચે ખેલાયો ખુની ખેલ, સામાન્ય બાબતમાં ક્ષત્રિય યુવાનની હત્યા કરાતા ચકચાર

રાપર તાલુકાના સૂવઈ ગામે સામાન્ય બાબતમાં યુવાનને છરીનો ઘા મારી હત્યાને અંજામ આપ્યો હોવાની ઘટનાથી ચકચાર મચી ગઇ હતી.

New Update
કચ્છ : રાપરમાં વાવાઝોડા વચ્ચે ખેલાયો ખુની ખેલ, સામાન્ય બાબતમાં ક્ષત્રિય યુવાનની હત્યા કરાતા ચકચાર

રાપર તાલુકાના સૂવઈ ગામે સામાન્ય બાબતમાં યુવાનને છરીનો ઘા મારી હત્યાને અંજામ આપ્યો હોવાની ઘટનાથી ચકચાર મચી ગઇ હતી. ગુરૂવારે રાત્રે વાવાઝોડા અને વરસાદની આગાહી વચ્ચે રાત્રીના અગિયાર વાગ્યા આસપાસ તાલુકાના સૂવઈ ગામના પટેલ ચોક મધ્યે બાઈક લઈને આવેલા આરોપીઓ દ્વારા ત્યાં પોતાના મીત્ર સાથે બેઠેલા 22 વર્ષીય ઋષિરાજસિંહ બળુભા સોઢાના મિત્ર સાથે કોઈ કારણોસર ગાળા ગાળી કરતા વચ્ચે મુકાવવા પડેલા ઋષિરાજને જમીન પર પાડીને છરી ના ઘા ઝીંકી દીધા હતા. સુવઇમાં સામાન્ય બાબતમાં ક્ષત્રીય યુવાનની હત્યા કરી હોવાની ઘટનાની જાણ થતાં જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. રાપર પીઆઇ દ્વારા સરકારી હોસ્પિટલ અને સૂવઈ ખાતે વાવાઝોડા વચ્ચે બે પીએસઆઈ સહિત ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. તો સુવઇમાં ગત રાત્રે હત્યાને અંજામ આપી ભાગી ગયેલા આરોપીઓ પૈકી રાપર પોલીસ ધ્વરા આ ઘટનામાં બે આરોપીઓને રાઉન્ડપ કરી લીધા હોવાની જાણકારી પણ પોલીસ સૂત્રોમાંથી મળી હતી.

Latest Stories