Connect Gujarat
ગુજરાત

કચ્છ : PM મોદીના જન્મદિવસ નિમિત્તે અંજારમાં યોજાશે નિ:શુલ્ક સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ...

આહિર બોર્ડિંગ ખાતે હૂંબલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સવારે 9થી 2 કલાક દરમ્યાન નિ:શુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

કચ્છ : PM મોદીના જન્મદિવસ નિમિત્તે અંજારમાં યોજાશે નિ:શુલ્ક સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ...
X

તા. 17 સપ્ટેમ્બરના રોજ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કચ્છ જિલ્લાના અંજાર સ્થિત વસંત વાડી આહિર બોર્ડિંગ ખાતે હૂંબલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સવારે 9થી 2 કલાક દરમ્યાન નિ:શુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

અંજાર ખાતે આયોજિત નિ:શુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં એમડી ફિઝિશિયન ડોક્ટર રવિ રાજાણી, હૃદય રોગના નિષ્ણાત ડોક્ટર અંકુર અગ્રવાલ, સ્ત્રી રોગના નિષ્ણાત ડોક્ટર ચિરાગ સુથાર, હાડકા જોઈન્ટ રિપ્લેસમેન્ટ ડોક્ટર બીકેશ મહેતા, મેડિસિન નિષ્ણાત ડોક્ટર મોહિત ખત્રી, કિડની રોગના નિષ્ણાત ડો. પ્રિયેશ જેમીન, સ્ત્રી રોગના નિષ્ણાત ડોક્ટર જીગર પટેલ, કેન્સર રોગના નિષ્ણાત ડોક્ટર ચિરાગ અગ્રવાલ, કેન્સર નિષ્ણાત ડોક્ટર મોહનીસ ખત્રી, કાન-નાક-ગળાના રોગના નિષ્ણાત અને કેન્સર સર્જન ડોક્ટર નિલેશ ચૌહાણ, બાળરોગ નિષ્ણાંત ડોક્ટર શિવમ પરમાર સહિતના અન્ય નિષ્ણાંત તબીબો સેવા આપનાર છે, ત્યારે આ નિ:શુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનો મોટી સંખ્યામાં લોકો લાભ લે તે માટે હૂંબલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Next Story