માતાના મઢ આશાપુરા મંદિરે પતરી વિધિ યોજાઈ
રાજ પરિવાર દ્વારા કરવામાં આવી પતરી વિધિ
હનવંતસિંહજી દ્વારા પતરી વિધિ કરવામાં આવી
માતાજીએ ઝોળીમાં પતરી રૂપે આપ્યા આર્શીવાદ
ભક્તોની નજર સામે માતાજીએ આપ્યા આશીર્વાદ
કચ્છના માતાના મઢ આશાપુરાના મંદિરે યોજાતી પતરી વિધિની વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત છે.અને રાજ પરિવાર દ્વારા પતરી ઝીલવામાં આવી હતી.
કચ્છના માતાના મઢ આશાપુરાના મંદિરે રાજ પરિવાર દ્વારા પરંપરાગત રીતે પતરી વિધિની રસમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.રાજ પરિવારના હનવંતસિંહજી દ્વારા પતરી વિધિ કરવામાં આવી હતી.
કચ્છની સુખાકારી માટે માતાના મઢ ખાતે આસો સુદ સાતમના રાત્રે હવન અને આઠમની વહેલી સવારે માં આશાપુરાના સ્થાનકે રાજ પરિવાર દ્વારા યોજાતી પતરી વિધિની પરંપરા ઘણા વર્ષો જૂની છે.
જેમાં આવળ નામની વનસ્પતિનો ગુચ્છો તૈયાર માતાજીના જમણા ખભે રાખવામાં આવે છે. ચામરધારી રાજ પરિવારના સભ્ય માતાજીની મૂર્તિ સન્મુખ ઝોળી ફેલાવી ઊભા રહે છે અને ડાક નાદ સાથે પતરી આપોઆપ ઝોળીમાં પડતાં આ વિધિ ભક્તિભાવપૂર્વક સંપન્ન થાય છે.
રાજ પરિવારના હનવંતસિંહજીએ માતાજી પાસે ખોળો પાથરતા આર્શીવાદ રૂપે માતાજીએ હનવંતસિંહજીના કુંવરને પત્રી આપી હતી.હજારો ભાવિકોની નજર સામે માતાજીએ આર્શીવાદ આપ્યા હતા.અને જય માતાજીના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.