કચ્છ: એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના નકલી અધિકારી બનીને ઉદ્યોગપતિઓને શિકાર બનાવતા 12ની ધરપકડ કરતી પોલીસ

પુર્વ કચ્છની ગુના શોધક શાખા અને ગાંધીધામ A ડિવિઝન પોલીસ દ્વારા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના નામે ઉધોગકારોને લુંટતી ગેંગનો પર્દાફાશ કર્યો છે.અને પોલીસે 12 આરોપીઓની ધરપકડ કરી

New Update
  • EDના નકલી અધિકારીઓની ગેંગનો પર્દાફાશ

  • ઉદ્યોગપતિઓને બનાવતા હતા શિકાર 

  • ગાંધીધામ પોલીસે કર્યો પર્દાફાશ 

  • 12 આરોપીઓની પોલીસે કરી ધરપકડ 

  • 45.82 લાખનો મુદ્દામાલ જપ્ત 

કચ્છના ગાંધીધામમાંથી પોલીસે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના નકલી અધિકારીની ગેંગનો પર્દાફાશ કર્યો છે,અને 12 આરોપીઓની ધરપકડ કરીને કુલ રૂપિયા 45 લાખ 82 હજાર 609નો મુદ્દમાલ કબ્જે કર્યો હતો.

એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ જેવી કેન્દ્રીય એજન્સીના નામે પણ કેટલાક લેભાગુઓ નકલી અધિકારી બનીને ઉધોગપતિઓને ચૂનો ચોપડતા હોવાનો પર્દાફાશ ગાંધીધામ પોલીસે કર્યો છે.પુર્વ કચ્છની ગુના શોધક શાખા અને ગાંધીધામ ડિવિઝન પોલીસ દ્વારા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના નામે ઉધોગકારોને લુંટતી ગેંગનો પર્દાફાશ કર્યો છે.અને પોલીસે 12 આરોપીઓની ધરપકડ કરી હતી.

જ્યારે અન્ય એક આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે આરોપીઓ પાસેથી સોનાના બિસ્કિટ,સોનાના લેડીઝ બ્રેસલેટ,EDનું નકલી આઈકાર્ડ,મોબાઈલ ફોન તેમજ ચાર વાહનો મળીને કુલ રૂપિયા 45 લાખ 82 હજાર 609નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને વધુ તપાસ શરૂ કરી હતી. આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે.

Latest Stories