કચ્છ : સગીરાઓને લલચાવી દુષ્કર્મ આચરવાના કેસમાં 5 આરોપીઓને દબચ્યો

સગીર કન્યાને લલચાવી ફોસલાવીને અપહરણ કર્યા બાદ દુષ્કર્મ કરવાના કિસ્સાઓ વધી જતાં અને તેમાં પણ વિધર્મી યુવકો દ્વારા સગીરાને ફસાવાઈ હોવાનુ સામે આવતા કચ્છ પોલીસે સઘન તપાસ આદરી હતી.

New Update

સગીર કન્યાને લલચાવી ફોસલાવી અપહરણ કર્યા બાદ દુષ્ક્મ કરવાના બનાવો અટકાવવા પશ્ચિમ કચ્છ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને સઘન તપાસ તેજ કરી હતી જેને પગલે કચ્છ પોલીસને  ભુજ, માંડવી, માધાપર, નખત્રાણા પોલીસ મથકે દાખલ થયેલ અપહરણના કેસમાં 5 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

સગીર કન્યાને લલચાવી ફોસલાવીને અપહરણ કર્યા બાદ દુષ્કર્મ કરવાના કિસ્સાઓ વધી જતાં અને તેમાં પણ વિધર્મી યુવકો દ્વારા સગીરાને ફસાવાઈ હોવાનુ સામે આવતા કચ્છ પોલીસે સઘન તપાસ આદરી હતી. જેમાં ભુજ , માંડવી, માધાપર , નખત્રાણા પોલીસ મથકમાં દાખલ થયેલ અપહરણના કેસમાં 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં ગત 19 મેના માંડવી પોલીસ મથકના દાખલ થયેલ પોક્સોના કેસમાં માંડવીના બાગ ગામે રહેતા રજાક સિધિક સુમરાને પકડી પાડી તેના કબજામાંથી સગીર કન્યાને છોડાવી હતી.

તો ભુજ શહેર પોલીસ મથકના 31 મેના રોજ દાખલ થયેલા અપહરણ દુષ્કર્મ કેસમાં ભુજના બીએસએફ કેમ્પ પાછળ માલધારી નગરમાં રહેતા અભુભખર રમજુ સુમરાને પકડી પાડી તેના કબજામાંથી સગીરાને છોડાવી હતી. તો માધાપર પોલીસ મથકે 23 જુનના નોંધાવાયેલ અપહરણ દુષ્કર્મ કેસમાં આરોપી ઓસમાણ ગની સુલેમાન અભડા રહે ભખરીયાને સગીરા સાથે ઝુરા ગામના જંગલ વિસ્તારમાંથી પકડી લઇ સગીરાને મુક્ત કરાવી હતી. 23 જુનના સગીરાનું અપહરણ કરી જવાના કેસમાં પશ્ચિમ કચ્છ પોલીસે સુખપરના આરોપી સલીમ અબ્દુલ જુણેજાને છેક બિહાર રાજ્યના પંચકોકડી વિસ્તારમાંથી દબોચી લીધો હતો.

પશ્ચિમ કચ્છ પોલીસ સાદા વેશમાં રહીને કરીયાણા, સાકાભજી, મોબાઇલની દુકાનો પર વોચ ગોઠવી હતી. દરમિયાન આરોપી સલીમ પોલીસના હાથે ચડી ગયો હતો. આરોપીના કબ્જામાંથી સગીરાને મુક્ત કરાવી હતી. નખત્રાણા તાલુકાના કોટડા જડોદરની પરિણીત મહિલાને ભગાડી જનારા ઘડાણી ગામના આરોપી અનવર મામદ નોતિયારને પકડી પાડ્યો હતો. આમ પશ્ચિમ કચ્છ પોલીસની વિવિધ ટીમોએ અપહરણ દુષ્કર્મના અલગ અલગ બનાવોમાં પાંચ સગીર કન્યાઓને બચાવી આરોપીઓ વિરૂધ કાર્યવાહી કરી હતી. જ્યારે રાજસ્થાનના જુરહરા પોલીસ સ્ટેશનમાં 29 જુનાના નોંધાયેલા અપહરણના કેસમાં પુક્ત વયની મહિલાને ભાગીને ભુજ આવેલા આરોપી સોયેબ ખરશીદ મીરાશી રહે જુરહરા તાલુકો કામા રાજસ્થાનવાળાને પશ્ચિમ કચ્છ પોલીસે ઝડપી પાડ્યો હતો

Read the Next Article

હવામાન વિભાગની આગાહી, છ દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગની આગાહી મુજબ હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 9 જુલાઇથી વરસાદનું જોર ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે,

New Update
guj

હવામાન વિભાગની આગાહી મુજબ હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 9 જુલાઇથી વરસાદનું જોર ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે, વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગની આગાહી મુજબઆજથી છ દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. આજે નવસારી અને વલસાડમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ ખાબકવાનું અનુમાન.. તો સંઘપ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાયું છે.  જે આગળ વધીને મધ્ય પ્રદેશ તરફ જશે, જેની અસર ગુજરાત પર થતાં વરસાદ પડશે. 9 જુલાઇ બાદથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે પરંતુ હળવોથી મધ્યમ વરસાદ વરસતો રહેશે. દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત,ઉત્તર ગુજરાતના વિસ્તારમાં 9 જુલાઇ બાદ વરસાગદનું જોર વધશે અને આ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસતો રહેશે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં  ખેડા, પંચમહાલ, આણંદમાં વરસાદની શક્યતા છે. વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદામાં પણ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 12 જુલાઇ બાદ સૌરાષ્ટ્ર કચ્છમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ બંધ થઇ જશે. આ વિસ્તારમાં 12 જુલાઇ બાદ વરાપ નીકળશે. છોટા ઉદેપુર, અમદાવાદ, મહિસાગર, અરવલ્લીમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં પણ મધ્યમ કરતા વધુ વરસાદ વરસી શકે છે.