કચ્છ : પૂર્વ કચ્છની સરહદના જવાનો સાથે પોલીસ અધિકારીઓએ ઉજવી દિવાળી....

પોતાના ઘરે દિવાળીના તહેવારો ન ઉજવી શકનાર સરહદ પર ફરજ બજાવતા જવાનોને તહેવારો દરમિયાન પોતાના પરિવાર સાથે ઉજવણી કરે છે

New Update
કચ્છ : પૂર્વ કચ્છની સરહદના જવાનો સાથે પોલીસ અધિકારીઓએ ઉજવી દિવાળી....

હાલ દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે પોતાના ઘરે દિવાળીના તહેવારો ન ઉજવી શકનાર સરહદ પર ફરજ બજાવતા જવાનોને તહેવારો દરમિયાન પોતાના પરિવાર સાથે ઉજવણી કરે છે એવો અહેસાસ થાય તે માટે પુર્વ કચ્છ જીલ્લા પોલિસવડા સાગર બાગમર, ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડા બાલાસર, પીએસઆઇ વી.એ.ઝા, એસપી ના રિડર, પીએસઆઇ ડી.એલ ખાચર, હરપાલસિંહ રાણા, વિક્રમ દેસાઈ, દુર્ગાદાન ગઢવી, રતનભારથી ગોસ્વામી સહિતના પોલીસ અધિકારીઓ અને જવાનોએ લોદ્વાણી કુડા બીએસએફના કેમ્પ ખાતે સરહદ પર ફરજ બજાવતા જવાનો સાથે દિવાળીના તહેવારોની ઉજવણી કરી હતી. આ પ્રસંગે બીએસએફના અધિકારીઓ એડીએમ સંજય અરોરા, કમાન્ડર તિવારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દિવાળીના તહેવારોને અનુલક્ષીને એકબીજાના ખબર અંતર પુછી મીઠાઈ ખવડાવી શુભેચ્છા પાઠવી હતી। આજે યોજાયેલ આ કાર્યક્રમમાં સરહદી જવાનો અને પોલીસ અધિકારીઓની આંખમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા.

Read the Next Article

આદિપુરથી અંજાર તરફ જતાં રોડ પર કિશોરી પર દુસ્કર્મ કરવાના બનાવમાં બે આરોપીઓની કરાઇ ધરપકડ

આદિપુર પોલીસના જણાવ્યા મુજબ, તા. ૨૬/૬ના સાંજના ૭:૩૦થી ૭:૪૫ વાગ્યાના અરસામાં અંજાર પંથકમાં રહેતી કિશોરી એક કિશોર સાથે મોપેડ પર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા હતા. 

New Update
aadipur

આદિપુર પોલીસના જણાવ્યા મુજબ, તા. ૨૬/૬ના સાંજના ૭:૩૦થી ૭:૪૫ વાગ્યાના અરસામાં અંજાર પંથકમાં રહેતી કિશોરી એક કિશોર સાથે મોપેડ પર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા હતા.  ત્યારે રસ્તામાં બે અજાણ્યા ઇસમોએ તેને આંતરીને પોલીસ સ્ટેશનમાં લઈ જવાની ધમકી આપી હતી.

બાદ, તેમાંથી એક આરોપી પોલીસ સ્ટેશનમાં લઈ જવાના બહાને કિશોરીને મોપેડમાં બેસાડી અપહરણ કરી, રસ્તામાં કોઇ ટેકરા જેવી જગ્યાએ લઈ ગયો હતો.જ્યાં દુસ્કર્મ આચરવામાં આવ્યુ હતુ ઘટના બાદ પીડિતાએ પરિવારજનોને જાણ કરતાં પરિવારે હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કરતાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવમાં મહેશ ઉર્ફે ડાભલો  મોતીભાઈ કોલી, સંદીપભાઈ ઘનશ્યામગર ગુસાઈ ની ધરપકડ કરવામાં આવી છે.

Latest Stories