કચ્છ : ટ્રાફિક નિયમનું ઉલંઘન કરનાર વાહનચાલકો વિરુદ્ધ પોલીસની દંડનીય કાર્યવાહી...

રાપર પોલીસ અને જીલ્લા ટ્રાફિકની સંયુક્ત ઝુંબેશના ઉપક્રમે ટ્રાફિક નિયમનો ઉલંઘન કરતાં કેટલાક વાહનચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

New Update
કચ્છ : ટ્રાફિક નિયમનું ઉલંઘન કરનાર વાહનચાલકો વિરુદ્ધ પોલીસની દંડનીય કાર્યવાહી...

કચ્છ જિલ્લાના રાપર પોલીસ અને જીલ્લા ટ્રાફિકની સંયુક્ત ઝુંબેશના ઉપક્રમે ટ્રાફિક નિયમનો ઉલંઘન કરતાં કેટલાક વાહનચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારના મુખ્ય મથક એવા રાપર શહેરમાં વાહન ચાલકો કોઈપણ પ્રકારના ટ્રાફિક નિયમનો અમલ કરતાં ન હોય, ત્યારે અવારનવાર રાપર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને સ્થાનિક રાપર પોલીસ દ્વારા બોર્ડર રેન્જ આઈજી જે.આર.મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ સાગર બાગમારેની સૂચનાથી વાહનચાલકો સામે પગલાં લેવામાં આવે છે, ત્યારે રાપર શહેર તથા રાપર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અન્વયે રાપર તથા આસપાસના વિસ્તારમાં જિલ્લા ટ્રાફિક શાખા તથા રાપર પોલીસની સંયુક્ત ટ્રાફિક ઝુંબેશમાં ટ્રાફિક નિયમના ઉલંઘન બદલ કેટલાક વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. તો બીજી તરફ, રાપર પોલીસ અને જીલ્લા ટ્રાફિકની સંયુક્ત ઝુંબેશથી વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.