કરછ: સેનાના નિવૃત્ત જવાન દ્વારા ડિફેન્સ અને પોલીસ ભરતીની નિ:શુલ્ક તાલીમ

સેનાના નિવૃત્ત જવાનનું સેવાકાર્ય, વિદ્યાર્થીઓને ડિફેન્સ અને પોલીસ ભરતીની આપે છે તાલીમ.

કરછ: સેનાના નિવૃત્ત જવાન દ્વારા ડિફેન્સ અને પોલીસ ભરતીની નિ:શુલ્ક તાલીમ
New Update

કરછના ભુજમાં સેનાના નિવૃત્ત જવાન દ્વારા ડિફેન્સ અને પોલીસ ભરતીની નિશુલ્ક તાલીમ આપવામાં આવી રહી છે. વર્ષ 2019માં સેનામાંથી નિવૃત્ત થયા બાદ તેઓએ દ્વારા ડિફેન્સ એકેડમીની સ્થાપના કરવામાં આવી હતી જ્યાં હાલ 60 જેટલા વિદ્યાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે.

દેશની સેવા કરવા ઇન્ડિયન આર્મીમાં જોડાવવા તો સૌ કોઈ ઈચ્છે છે પરંતુ યોગ્ય માર્ગદર્શનના અભાવે તેઓ ડિફેન્સમાં જોડાઈ શકતા નથી ત્યારે ભુજમાં નિવૃત આર્મી જવાન દ્વારા વિદ્યાર્થીઓને ડિફેન્સ અને પોલીસ ભરતીની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવી રહી છે.આર્મી અને પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓમાં ભરતી થવું હોય તો મુખ્ય ફિઝિકલ ફિટનેસ જરૂરી છે ઘણા વિદ્યાર્થીઓ ફિઝિકલ ફિટ ન હોવાના કારણે ભરતીમાં જોડાઈ શકતા નથી ત્યારે વાગડના છેવાડાના વિસ્તારના અને નિવૃત આર્મી જવાન ઉમેદસિંહ સોઢા દ્વારા ભુજમાં શક્તિ ડિફેન્સ એકેડમિની સ્થાપના કરી વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવી રહ્યા છે.

ઉમેદસિંહ સોઢા 2003માં આર્મીમાં જોડાયા હતા તેઓએ અરુણાચલ,નાગાલેન્ડ,પંજાબ,રાજસ્થાન,આસામ,ચીન બોર્ડર,જમ્મુ કશ્મીર તેમજ સાઉદી આફ્રિકાના સુદાન ખાતે પણ નોકરી કરી છે તેઓ જુલાઈ 2019માં સેવા નિવૃત થયા હતા સેવા નિવૃત થયા બાદ તેઓએ પોતાના અનુભવો અને જ્ઞાન વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી તેઓ પણ દેશ સેવામાં જોડાય તેવા આસયથી ભુજમાં શક્તિ ડિફેન્સ એકેડમિની સ્થાપના કરી હતી આજે એ સંસ્થાને 1 વર્ષ થઈ ગયું હાલમાં અહીં 60 જેટલા વિદ્યાર્થીઓ આર્મી અને પોલીસમાં જોડાવવા માટે ફિઝિકલ અને લેખિત પરીક્ષાની તાલીમ મેળવી રહ્યા છે વિદ્યાર્થીઓ પણ દૂર દૂર ગામડેથી અહીં આવે છે નિવૃત ફોજી અધિકારી પાસેથી તાલીમ મેળવી તાલીમાર્થી ખુશ છે.

#Kutch #police recruitment #training #Connect Gujarat News #Defence
Here are a few more articles:
Read the Next Article