Connect Gujarat
ગુજરાત

કચ્છ : કેસર કેરીની બજારમાં ભારે માંગ, આંબાનો સ્વાદ મીઠો હશે પણ દામ વધુ ચૂકવવા પડશે

કચ્છની કેસર કેરીનાં ઓછા ઉત્પાદનના કારણે કેરી મોંધી બનતા રસ મોંઘો અને ફિક્કો પડી શકે છે.

X

કચ્છની કેસર કેરીનાં ઓછા ઉત્પાદનના કારણે કેરી મોંધી બનતા રસ મોંઘો અને ફિક્કો પડી શકે છે.

કચ્છમાં આ વર્ષે 10600 હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે માંડવી, ભુજ,નખત્રાણા,અંજાર તાલુકાનો સમાવેશ થાય છે કચ્છની મીઠી અને મધુર કેસર કેરીની બજારમાં ભારે માંગ રહેતી હોય છે.આ વર્ષે કચ્છની કેસર કેરી મોંઘી બને તેવા અણસાર જોવા મળી રહ્યા છે . હાલમાં કાળઝાળ ગરમી શરૂ થઈ હોવાથી કદાચ ઉત્પાદન વધી શકે તેવું પણ ખેડૂતો કહી રહ્યા છે.જોકે,ઉત્પાદન ઓછું થવાથી આ વર્ષે કેરી રસિયાઓ માટે રસ મોંઘો અને ફિક્કો પડી શકે છે તે હકીકત છે.કચ્છની કેસર કેરી વિશ્વ પ્રસિદ્ધ છે.તાલાલા અને ગીરની કેરીના આગમન બાદ અંતે બજારમાં કચ્છની કેસર કેરી પ્રવેશે છે, ખાસ તો ક્ચ્છ ઉપરાંત મુંબઇ - ગુજરાતની બજારોમાં કચ્છની કેસર કેરીની માંગ જોવા મળે છે.

Next Story