કચ્છ : ભુજના ચિત્રકારની "આહીર" ચિત્રકૃતિની પસંદગી, નેપાળ ખાતે બેસ્ટ વોટર કલર એવોર્ડ એનાયત કરાશે..

ભુજના જાણીતા ચિત્રકારની આહીર ચિત્રકૃતિ ઇન્ટરનેશનલ જ્યુરીડ ઓનલાઈન વોટર કલર સ્પર્ધામાં પસંદગી પામી

કચ્છ : ભુજના ચિત્રકારની "આહીર" ચિત્રકૃતિની પસંદગી, નેપાળ ખાતે બેસ્ટ વોટર કલર એવોર્ડ એનાયત કરાશે..
New Update

કચ્છની ભૂમિ અને કચ્છના કલાકારોના કણ કણમાં કલાનો વાસ છે. કચ્છના કલાકારો અવાર નવાર રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામી રહ્યા છે. ભુજના જાણીતા ચિત્રકારની આહીર ચિત્રકૃતિ ઇન્ટરનેશનલ જ્યુરીડ ઓનલાઈન વોટર કલર સ્પર્ધામાં પસંદગી પામી છે, ત્યારે ભુજના ચિત્રકારને કાઠમંડુ-નેપાળ ખાતે બેસ્ટ વોટર કલર એવોર્ડ એનાયત કરી સન્માન કરવામાં આવશે.

કાઠમંડુ નેપાળમાં ઇન્ટરનેશનલ વોટર કલર સોસાયટી-નેપાળ અને આર્ટ્સ મેટ ઇન્ટરનેશનલ વિથ એન બી ગુરુગ આર્ટ સ્ટુડિયો-નેપાળ દ્વારા ઇન્ટરનેશનલ જ્યુરીડ ઓનલાઈન વોટર કલર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 47 દેશની 304 એન્ટ્રીની પસંદગી કરવામાં આવી હતી, જ્યારે ભારતની 49 અને ગુજરાતની ફક્ત 1 એન્ટ્રીની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ભુજના ચિત્રકાર લાલજી જોષીની ચિત્રકૃતિની પસંદગી કરવામાં આવી હતી. ભુજના ચિત્રકાર લાલજી જોષીએ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાયેલ આ સ્પર્ધામાં 'આહીર' નામની ચિત્રકૃતિને ઓનલાઇન સ્પર્ધામાં મોકલી હતી. જેનું પરિણામ તા. 7 નવેમ્બર 2021ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં આહીર ચિત્રકૃતિને ડેનિયલ સ્મિથ વોટર કલર બેસ્ટ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. આગામી ડિસેમ્બર-2021માં કાઠમંડુ-નેપાળ ખાતે આયોજિત કાર્યક્રમમાં ચિત્રકારને બેસ્ટ વોટર કલર એવોર્ડ એનાયત કરવામાં આવશે, ત્યારે ચિત્રકાર લાલજી જોષીએ ગુજરાતના કચ્છ જિલ્લાનું નામ સમગ્ર દેશમાં ગુંજતું કર્યું છે

#Kutch #award #Painting Competetion #ચિત્રકાર #Bhuj painter #Ahir painting #Water Color #ચિત્રકૃતિ #Best Water Color #બેસ્ટ વોટર કલર #આહીર #International Watercolor Society #આહીર ચિત્રકૃતિ #ચિત્રકાર લાલજી જોષી
Here are a few more articles:
Read the Next Article