/connect-gujarat/media/post_banners/beb736e7368fb470adf7dbc942f23829dbf1cb43f055840fa1c8e45bd9162527.jpg)
કચ્છના ભચાઉ પાસે રાત્રિના સમયે છરીની અણીએ 50 લાખ રૂપિયાની કિંમતના સોયાબીન ભરેલા ટેન્કરની લૂંટ ચલાવવામાં આવી હતી જે કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને દબોચી લીધા છે.
કંડલા સોયાબિન રિફાયરીન તેલ ભરેલું ટેન્કર પંજાબ જવા નીકળ્યું હતું દરમિયાન બુધવારની રાત્રિએ ભચાઉના નાની ચીરઇ નજીક ટોળકી દ્વારા આયોજનબદ્ધ રીતે ટેન્કર લૂંટવામાં આવ્યું હતું જે કેસમાં પોલીસે ગાંધીધામમાંથી ચોરીમાં ગયેલ 50 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીની અટકાયત કરી હતી જેમાં પ્રકાશ આહીર,અમિત ભટ્ટ અને જયેશ આહીરની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે અન્ય આરોપીઓ ગોપાલ ડાંગર અને સલીમ નાઈને પકડવાના બાકી છે॰ ટેન્કર સહિત કુલ 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે ગણતરીના કલાકોમાં ભચાઉ પોલીસે લૂંટનો ભેદ ઉકેલી લીધો છે.