કચ્છ : તહેવારો ટાણે જ ભુજના બજારોમાં મીઠાઈ-ફરસાણનું વેચાણ ઘટે તેવી ભીતિ, જુઓ શું કહ્યું વેપારીઓએ..!

તહેવારોમાં મીઠાઈ-ફરસાણનું વેચાણ ઘટે તેવી ભીતિ સેવાઇ, મોંઘવારીના કારણે વેપાર-ધંધો ઓછો થવાની મોટી શક્યતા.

New Update
કચ્છ : તહેવારો ટાણે જ ભુજના બજારોમાં મીઠાઈ-ફરસાણનું વેચાણ ઘટે તેવી ભીતિ, જુઓ શું કહ્યું વેપારીઓએ..!
Advertisment

પ્રવિત્ર શ્રાવણ માસના પ્રારંભે જ અનેક તહેવારોનો પણ આરંભ થઈ ચૂક્યો છે, ત્યારે ભુજમાં મીઠાઈ અને ફરસાણનું માત્ર અડધું જ વેચાણ થશે તેવી ભીતિ વેપારીઓએ વ્યક્ત કરી રહ્યા છે. જોકે, મોંઘવારી, આખર તારીખ અને વિકેન્ડના કારણે વેપાર-ધંધો ઓછો થવાની શક્યતા પણ સેવાઇ રહી છે.

Advertisment

હાલમાં દૂધના ભાવમાં વધારો થતા ઘીના ભાવ વધી ગયા છે. તો સાથે જ તેલના ભાવ પણ વધી જતાં ફરસાણ મોંઘા થઈ ગયા છે. બદામ સહિતના ડ્રાયફ્રુટના ભાવમાં પણ અડધો અડધ ભાવ વધારો આવી ગયો છે. જેથી મીઠાઈની કિંમતના ભાવ પણ આસમાને આવી ગયા છે. તો બીજી તરફ બીજી તરફ આખર તારીખ હોવાથી ઘણા લોકો પાસે રૂપિયા નહિ હોવાથી મીઠાઈ અને ફરસાણની ખરીદીમાં પણ ઘટાડો જોવા મળશે તેવી ભીતિ વેપારીઓએ વ્યક્ત કરી રહ્યા છે.

ઉપરાંત આ વર્ષે મોટા ભાગના તહેવારો શનિ અને રવિવારે આવે છે, જેથી લોકો રજા માણવા માટે બહારગામ ફરવા જઈ રહ્યા છે. જેથી લોકોની ગેરહાજરી પણ મીઠાઈ અને ફરસાણના ધંધામાં ખોટ લાવવા માટે મહત્વનો ભાગ ભજવશે તેવું વેપારીઓનું માનવું છે.