Connect Gujarat
ગુજરાત

કચ્છ : ઐતિહાસિક શહેર ભુજનો 474મો સ્થાપના દિવસ, ભુજવાસીઓમાં અનેરો ઉત્સાહ.

કચ્છ જિલ્લાનું પાટનગર એટલે ભુજ શહેર... લાખો કચ્છીઓના મનમાં ભુજના દરેક વિસ્તારો અંકિત થયેલા છે. જિલ્લા મથક ભુજનો આજે 474મો સ્થાપના દિવસ છે

X

કચ્છ જિલ્લાનું પાટનગર એટલે ભુજ શહેર... લાખો કચ્છીઓના મનમાં ભુજના દરેક વિસ્તારો અંકિત થયેલા છે. જિલ્લા મથક ભુજનો આજે 474મો સ્થાપના દિવસ છે, ત્યારે પોતાના વતન એવા ભુજના સ્થાપના દિવસને લઈને ભુજવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.

રાવ ખેંગારજી પહેલાએ વિક્રમ સંવત 1605 માગસર સુદ-પાંચમના દિવસે કચ્છ જીલ્લામાં ભુજ શહેરની સ્થાપના કરી હતી. ભુજિયા ડુંગરના કારણે આ નગરનું નામ ભુજ પાડવામાં આવ્યું છે, ત્યારે આજે ભુજ શહેરનો 474મો સ્થાપના દિવસ છે જેનું સૌકોઈ ભુજવાસીઓ ગૌરવ અનુભવી રહ્યા છે. ભુજમાં 18 રાજવીઓએ રાજ કર્યું હતું. 1948માં કચ્છ ભારત સંઘ સાથે ભળ્યું હતું. બાદમાં ભુજને જિલ્લાનું વડું મથક જાહેર કરાયું હતું. અગાઉ પાંચ નાકા અને છઠ્ઠીબારીમાં ભુજનો વિસ્તાર લેખાતો હતો. પરંતુ હવે શહેરની બહાર વિકાસ થઈ રહ્યો છે. ચોતરફ વિકસતા વિસ્તારના કારણે ભુજનું સ્થાન લોકોના હૃદયમાં અંકિત થઈ ગયું છે. રાજાશાહી શાસન બાદ હાલ ભુજ સમગ્ર જિલ્લાનું વડુમથક બન્યું છે. વિશાળ વિસ્તારમાં આ નગર પ્રસરી રહ્યું છે. ભુજમાં હમીરસર તળાવ, પ્રાગ મહેલ, આઈના મહેલ, ખેંગારબાગ, વોક વે, ભુજીયો ડુંગર, હિલ ગાર્ડન, સ્વામિનારાયણ મંદિર, આશાપુરા મંદિર સહિતના સ્થળો સહેલાણીઓમાં ભારે આકર્ષણ જમાવી રહ્યા છે.

ભુજના સ્થાનિક આગેવાન દિલીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ભુજ શહેરમાં હાલ ઘણી સમસ્યાઓ વધી ગઈ છે. ઠેરઠેર દબાણના કારણે ક્યાંય પાર્કિગની જગ્યા નથી, જેથી લોકોને વાહનો રોડ પર પાર્ક કરવા પડે છે. નાના વેપારીઓને રોજગારી મળી રહે તેવું ભુજમાં આયોજન ગોઠવવામાં આવે તો પાર્કિગ અને દબાણની સમસ્યાનો ઉકેલ આવે તેમ છે. જોકે, વિકાસની હરણફાળ ભરતું ભુજ આજે કચ્છીઓ જ નહીં પણ પ્રવાસીઓના મનમાં પણ અંકિત થઈ ગયું છે, યારે આજે ભુજનો સ્થાપના દિવસ લોકો જાણે પોતાનો જ જન્મદિવસ હોય તેવી રીતે ઉજવણી કરી રહ્યા છે.

Next Story