Connect Gujarat
ગુજરાત

કરછ: લોકોને હસાવનાર આ ઠીંગડો પરિવાર હાલ બેરોજગારીથી રડે છે, જુઓ વામન પરિવારની વિપરીત પરિસ્થિતી

પરિવારમાં બે ભાઈઓ પોતાની બે બહેનો અને 90 વર્ષીય માતા પિતાની સેવા કરવા વિવિધ પ્રકારના કામ કરી ચૂક્યા છે

X

શું તમે ક્યારેય એક પરિવારમાં ઓછી હાઈટવાળા માણસો જોયા છે,કચ્છ જિલ્લાના રાપર તાલુકાના પલાસવા ગામે રહેતા એક પરિવારમાં તમને આ સભ્યો જોવા મળશે. અહીં એક જ પરિવારના છ લોકોની લંબાઈ માત્ર અઢીથી ત્રણ ફૂટની જ છે.જોકે હાલમાં આ પરિવાર ઘણી વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. રાપર તાલુકાના પલસવા ગામનો એક પરિવાર માત્ર 2.5 થી 3 ફૂટ કદ ધરાવતા એક જ પરિવારના 6 લોકો પોતાનો ગુજરાન ચલાવવા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

પરિવારમાં બે ભાઈઓ પોતાની બે બહેનો અને 90 વર્ષીય માતા પિતાની સેવા કરવા વિવિધ પ્રકારના કામ કરી ચૂક્યા છે.20 વર્ષ સુધી બંને ભાઈઓએ સર્કસ ના ખેલોમાં કરતબ દેખાડી લોકોનું મનોરંજન કરતા હતા. ઘાંચી પરિવારના બન્ને પુત્રોને સર્કસના માલિકોએ વાદો કર્યા મુજબ પગાર ન આપ્યો અને શોષણથી કંટાળી બન્ને ભાઈઓ સર્કસની નોકરી છોડી જાદુના ખેલમાં કામ શરૂ કર્યો હતો. ત્યાં પણ યોગ્ય ભરણ પોષણ ન મળતાં બન્ને ભાઈઓ પોતાના ગામ પલાસવા પાછા ફર્યા. અહીં હાસ્ય જાદુના નાના મોટા ખેલ રજૂ કરી માંડ ઘરના બે છેડા પૂરા થતાં હતાં ત્યાં કોરોના લોક ડાઉનના કારણે કામ બંધ થઈ ગયો હતો. બે વર્ષ થયાં પરિવાર પાસે કોઈ કામ નથી અને પરિવારના પુત્ર ગામમાં મજૂરી કામ કરી તેમજ હાસ્ય ખેલ રજૂ કરી દિવસો કાપી રહ્યા છે.

Next Story